શોધખોળ કરો
ગુજરાત ભાજપના કયા દિગ્ગજ નેતાના ભાઈ અને ડ્રાઇવરને થયો કોરોના? જાણો વિગત
ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના ભાઈ અને તેમના ડ્રાઇવરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
![ગુજરાત ભાજપના કયા દિગ્ગજ નેતાના ભાઈ અને ડ્રાઇવરને થયો કોરોના? જાણો વિગત Gujarat BJP president CR Patil's brother and driver found covid-19 positive in Surat ગુજરાત ભાજપના કયા દિગ્ગજ નેતાના ભાઈ અને ડ્રાઇવરને થયો કોરોના? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/29171123/cr-patil.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે કોરોનાની ચપેટમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ આવી રહ્યા છે. ત્યારે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના ભાઈ અને તેમના ડ્રાઇવરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના ભાઈ પ્રકાશ પાટીલ અને ડ્રાઇવર ગુલાબભાઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રકાશ પાટીલને પરિવાર સાથે હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત નીતિન ભજીયાવાલાના પત્ની જયશ્રીબેનને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ નીતિન ભજીયાવાલા અને તેમના પત્ની હોમ આઈસોલેશનમાં છે. નવી સિવિલ હોસ્પિટલના તબીબોની દેખરેખ સારવાર શરૂ થઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)