Gujarat Elections 2022: સુરતમાં કેજરીવાલના રોડશોમાં પથ્થરમારો
Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતના કતારગામમાં રોડ શો કર્યો છે.
Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતના કતારગામમાં રોડ શો કર્યો છે. સુરતના કતારગામમાં રોડશો પર પથ્થરમારાની ઘટના બની છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે કતારગામ વિસ્તારમાં કારમાં નીકળ્યા ત્યારે મગનનગર નજીક કાર પર પથ્થર મારો થયો હતો. પથ્થર કારના બોનેટ સહિતના ભાગ પર પડ્યાં હતાં. જો કે સદનસીબે કોઈને પથ્થર નથી લાગ્યા. જો કે ત્યારબાદ પોલીસ કાફલો અને સુરક્ષા દળના જવાનો મોટી સંખ્યામાં કારની આસપાસ ગોઠવાઈ ગયા હતાં.
Gujarat Election 2022: કોંગ્રેસ-BJPના વોટ શેરમાં ભારે નુકસાનનો અંદાજ, શું AAP ગુજરાતમાં રચશે ઇતિહાસ ? સર્વેએ ચોંકાવ્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના મતદાનમાં હવે માત્ર બે દિવસ બાકી છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે રાજ્યની 182 બેઠકોમાંથી 89 બેઠકો પર મતદાન થશે. રાજ્યમાં પહેલીવાર ભાજપ અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીને નકારી રહ્યાં છે, જે તમામ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે, પરંતુ ઘણા સર્વેક્ષણોમાં તે સામે આવ્યું છે કે રાજ્યમાં AAPને હળવાશથી ન લેવી જોઈએ.
AAPની હાજરી ભાજપને કે કૉંગ્રેસને નુકસાન પહોંચાડશે કે કેમ, 8 ડિસેમ્બરના પરિણામો જ કહેશે, પરંતુ તે પહેલાં ABP C Voter સર્વે દર્શાવે છે કે AAP રાજ્યમાં ભાજપ અને કૉંગ્રેસ બંનેના વોટ શેરમાં ઘટાડો કરી શકે છે. સર્વેના અંદાજ મુજબ, આમ આદમી પાર્ટી રાજ્યમાં 20.2 ટકા બેઠકો જીતે તેવી શક્યતા છે. કોંગ્રેસને -12.4%, ભાજપને -3.7% અને અન્યને -4.2% વોટનું નુકસાન છેલ્લી વખતના સર્વેમાં થયું છે.
વિધાનસભા ચૂંટણીના મતદાન અગાઉ AAPના ઉમેદવારે મેદાન છોડ્યુ, અબડાસાના ઉમેદવારે ભાજપને જાહેર કર્યો ટેકો
વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સુરત બાદ હવે કચ્છના ઉમેદવારે મેદાન છોડી દીધું છે. કચ્છની અબડાસા વિધાનસભા બેઠક સૌથી મોટો ઉલટફેર થયો છે. અબડાસાના આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કર્યો હતો. આમ આદમી પાર્ટીના ઉમેદવાર વસંત ખેતાણીએ ભાજપને ટેકો જાહેર કર્યો હતો. સાથે જ તેમને એક વીડિયો પણ જાહેર કર્યો છે.જેમાં તે કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી છોડી રહ્યો છું અને અબડાસા હિતમાં હું ભાજપમાં જોડાઈ રહ્યો છું. આમ મતદાનના થોડા દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. આજે વડાપ્રધાનની હાજરીમાં ભાજપને ટેકો આપશે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હવે અબડાસાના નીરદલ ઉમેદવાર હકૂમત સિંહ જાડેજાને સમર્થન આપશે. આ પહેલા સુરતના ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. અબડાસા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કરતા હવે અપક્ષ ઉમેદવાર મજબૂત થયો છે.આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હવે અપક્ષ ઉમેદવાર હકૂમત સિંહ જાડેજાને વોટ આપવા અપીલ કરી છે. હકૂમત સિંહ જાડેજાનું અબડાસામાં વર્ચસ્વ રહેલુ છે.