શોધખોળ કરો
Advertisement
Surat: આમ આદમી પાર્ટીએ ક્યા વોર્ડમાં ભાજપની પેનલ તોડીને ભાજપને માર્યો વધુ એક ફટકો ? કુલ કેટલી બેઠકો પર મેળવી જીત ?
સુરતમાં વોર્ડ નંબર 16માં જીત મેળવીને આમ આદમી પાર્ટીએ પોતાની પહેલી જીત મેળવી હતી. એ પછી આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 4માં પણ જીત મેળવીને પોતાના કોર્પોરેટરની સંખ્યા વધારીને 8 કરી હતી.
સુરતઃ ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં શાનદાર દેખાવ કરીને સોપો પાડી દીધો છે. આમ આદમી પાર્ટીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં બે વોર્ડની ચાર-ચાર મળીને આઠ બેઠકો પર જીત મેળવી છે જ્યારે એક વોર્ડમાં ભાજપની પેનલ તોડીને જીત મેળવતાં સુરતમાં આણ આદમી પાર્ટીના 9 ઉમેદવારો જીત્યા છે.
સુરતમાં વોર્ડ નંબર 16માં જીત મેળવીને આમ આદમી પાર્ટીએ પોતાની પહેલી જીત મેળવી હતી. એ પછી આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 4માં પણ જીત મેળવીને પોતાના કોર્પોરેટરની સંખ્યા વધારીને 8 કરી હતી. એ પછી વોર્ડ નંબર 8 માં ભાજપની પેનલ તોડીને સોપો પાડી દીધો છે. વોર્ડ નંબર 8માં ભાજપના 3 ઉમેદવારો અને આણ આદમી પાર્ટીના 1 ઉમેદવારની જીત થઈ છે.
આમ આદમી પાર્ટીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના હોમ ટાઉન સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 16 અને વોર્ડ મંબર 4 એમ બે વોર્ડમાં શાનદાર જીત અને વોર્ડ નંબર 8માં ભાજપની પેનલ તોડીને એક બેઠક મેળવીને ભાજપને આંચકો આપ્યો છે. વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 4ની ચાર-ચાર બેઠકો પર ભવ્ય જીત મેળવીને આમ આદમી પાર્ટીએ શાનદાર દેખાવ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
રાજકોટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion