Rain: વહેલી સવારથી સુરતમાં ધોધમાર વરસાદ શરૂ, આ વિસ્તારો થયા પાણીમાં ગરકાવ
રવિવારે સવારે સુરત શહેર અને જિલ્લાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. શહેરમાં અઠવા, પીપલોદ, ભટાર, અલથાણ, વેસુ, પાંડેસરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ
Rain: હવામાન વિભાગ દ્વારા આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, 22 અને 23 તારીખ સુધી ગુજરાતમાં કેટલાય સ્થળોએ રેડ અને યલો એલર્ટ આપવામાં આવ્યુ છે, આ અંતર્ગત હવે સુરતમાં વહેલી સવારથી ફરી ધોધમાર વરસાદની શરૂઆત થઇ ગઇ છે, શનિવારે વરસેલા વરસાદે સુરત શહેરમાં ભારે તબાહી મચાવી દીધી હતી, હવે આજે રવિવારે પણ સુરતમાં વરસાદે શરૂ થયો છે.
માહિતી પ્રમાણે, રવિવારે સવારે સુરત શહેર અને જિલ્લાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. શહેરમાં અઠવા, પીપલોદ, ભટાર, અલથાણ, વેસુ, પાંડેસરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઇ ગયો છે અને આ કારણે જનજીવન પણ ઠપ થઇ ગયુ છે. ખાસ વાત છે કે, સુરતમાં શનિવાર અને રવિવાર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, શનિવારે પડેલા ભારે વરસાદથી સુરત શહેરના આઠવા વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા દ્રશ્યો સર્જાયા છે, હજુ પણ અનેક ઘરો અને વાહનો પાણીમાં ગરકાવ છે.
રાજ્યમાં આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેશે. હાલ બંગાળમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમ અને ગુજરાત તરફ આવતી મોનસૂન ટ્રફ રેખાના કારણે ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.રાજ્ય પર એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે. આજે ગુજરાતભરમાં ભારે વરસાદનું અનુમાન છે. તો એવા સાત જિલ્લા છે. જ્યાં અતિભારે વરસાદના અનુમાનને જોતા રેડ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે ભારે વરસાદના અનુમાન મુજબ રાજ્યના 2 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ઓરેંજ એલર્ટ તો 7 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 24 જુલાઇથી વરસાદનું જોર ઘટશે. ગુજરાતમાં હાલ ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. અતિ ભારે વરસાદના અનુમાનને લઇને હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ આપ્યું છે. આજે કચ્છ, જૂનાગઢ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા ઓરેંજ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે ગીર સોમનાથ,અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, આણંદ, વડોદરામાં વરસાદની તીવ્રતાને લઇને યલો અલર્ટ જાહેર કર્યું છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવી છે.
આગામી 3 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ મુજબ, આગામી 3 કલાક દરમિયાન ગુજરાત રાજ્યના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર,મોરબી ,દ્વારકા,ગીરસોમનાથ, પોરબંદર,બોટાદ, દીવ,કચ્છ જેવા જિલ્લાઓમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જયારે રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરેન્દ્રનગર, સુરત અને તાપીમાં હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial