Surat : શહેરમાં સવારે સર્જાયું હિલ સ્ટેશન જેવું વાતાવરણ, લોકોને કેટલા દિવસ લગી ઠંડીમાં થરથરવું પડશે ?
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસ થી સતત ઠંડી પડી રહી છે. સુરતમાં વહેલી સવારે ધૂમમ્સ વાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. શહેર જાણે હિલ સ્ટેશન બની ગયું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

સુરત : દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસ થી સતત ઠંડી પડી રહી છે. સુરતમાં વહેલી સવારે ધૂમમ્સ વાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. શહેર જાણે હિલ સ્ટેશન બની ગયું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાત કાતિલ ટાઢની લપેટમાં આવી ગયું છે અને થોડાક દિવસથી રાજ્યમા ઠંડીનું જોર વધતાં કાતિલ ઠંડી પડી છે. અમદાવાદમાં ગઈ કાલે રેકોર્ડબ્રેક 6.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે ગાંધીનગર 4.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું.
જુનાગઢમાં હાડ થિજાવી દે તેવી ઠંડી પડી હતી અને 8.2 સે, તાપમાન નોંધાયું હતું જ્યારે ગિરનાર પર 3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મંગળવારે રાજકોટ,પોરબંદર, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભરૂચ, વડોદરા, સુ.નગર, ભાવનગર, અમરેલી સહિત રાજ્યમાં કોલ્ડ વેવની ચેતવણી અપાઈ છે. ગુજરાતીઓ ઠંડીથી થથરી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગામી એક અઠવાડિયા સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી પડશે એવી આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ઉત્તરમાં ઠંડા પવનો ફૂંકાયા હતા તેના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે.
અમદાવાદમાં ઠંડીનો પારો 9 ડિગ્રીથી નીચે રહેવાની શક્યતા છે. અમદાવાદમાં 10 વર્ષ બાદ જાન્યુઆરી મહિનામાં સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાતાં લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. રાજ્યનાં દરિયાકાંઠાના શહેરોને બાદ કરતાં રાજ્યનાં 16 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ નોંધાતા રાજ્યમાં લોકો હાડ થીજવતી ઠંડીમાં થથરી રહ્યાં છે ત્યારે આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા છે
ગુજરાતમાં 2014 પછી પહેલી વાર એવું બન્યું છે કે, સળંગ બે મહિના ઠંડીનું જોર રહ્યું હોય. અગાઉ 2013ના ડિસેમ્બર અને 2014ના જાન્યુઆરીમાં 62માંથી 30 દિવસ કાતિલ ઠંડી પડી હતી. એ વખતે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું. નલિયાનું સરેરાશ તાપમાન 11 ડિગ્રીની આસપાસ રહ્યું હતું.
અમદાવાદનું 2 મહિનાનું સરેરાશ તાપમાન 14-15 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. હવે 8 વર્ષ પછી અમદાવાદમાં કદી ના જોવા મળ હોય એવી ઠંડી પડી રહી છે. ડીસેમ્બર અને જાન્યુઆરીના સળંગ બે મહિના ગુજરાતના મોટાભાગના શહેરો માટે ઠંડાગાર રહ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
