શોધખોળ કરો

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જાણો ક્યાં-ક્યાં વરસ્યો વરસાદ 

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા છે. નવસારી, તાપી, ડાંગ અને સુરત જિલ્લામાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.

નવસારી: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા છે. નવસારી, તાપી, ડાંગ અને સુરત જિલ્લામાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. તાપી, ડાંગ, નવાસારી જિલ્લામાં આજે ભારે વરસાદ વરસ્યો છે.  હવામાન વિભાગે આજે આ જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ આપ્યું  હતું. 

નવસારી જિલ્લામાં ભારે વરસાદ 

નવસારી જિલ્લામાં આજે મેઘરાજા  મન મુકીને વરસ્યા છે.  નવસારી તાલુકા અને ગણદેવી તાલુકામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. ખેરગામ, જલાલપોર, ચીખલી અને વાંસદામાં એક એક ઈંચ વરસાદ વરસ્યો છે.  નવસારી શહેરના જુનાથાણા સ્ટેશન રોડ, ડેપો, મંકોડીયા, ધાનેરા પોઈન્ટ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. થોડા સમય માટે વિઝિબિલિટી ડાઉન થતા ચાલકો પણ હેડલાઈટ ચાલુ કરીને વાહન ચલાવવા મજબુર બન્યા હતા. 

ઉપરવાસમાં વરસેલા વરસાદથી પંચાયત હસ્તકના સાત રસ્તા બંધ થયા છે. નવસારી તાલુકાના 3, ચીખલી તાલુકના બે અને ખેરગામ અને વાંસદા તાલુકાનો એક એક માર્ગ ઓવરટોપિંગને લીધે બંધ થયો.  ગુરૂકુળસુપા અને કુરેલ ગામને જોડતો લો લાઈન બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો.

તાપી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ  

તાપી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ  વરસ્યો છે.  આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં જ સોનગઢ તાલુકામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો.  જ્યારે ઉચ્છલ તાલુકામાં બે ઈંચ, વ્યારા અને વાલોડ તાલુકામાં દોઢ દોઢ ઈંચ અને ડોલવણ તાલુકામાં પણ દોઢ ઈંચ વરસાદ વરસ્યો. વ્યારા શહેરના મિશન નાકા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને પગલે રોડ-રસ્તા પાણી પાણી થયા.

મોડી રાત્રે સુરતમાં વરસેલા વરસાદથી કેટલાક વિસ્તારોમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. મોરાભાગળ ચાર રસ્તા પર વાહનોના પૈંડા ડુબી જાય તેટલા પાણી ભરાતા વાહન ચાલકો હાલાકી  ભોગવતા જવા મળ્યા. 

ડાંગ જિલ્લામાં મેઘરાજાએ કરી જમાવટ

ડાંગ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. આહવા, વઘઈ, સુબિરમાં વરસેલા ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. સાપુતારા ઘાટ માર્ગ અને મહારાષ્ટ્રને જોડતા હાઈવે પર ધુમ્મસને લીધે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. ગીરા, ખાપરી, અંબિકા, પૂર્ણા નદીના જળસ્તરમાં પણ વધારો થયો. સ્થાનિક નદીઓનું જળસ્તર વધતા જિલ્લા પંચાયત હસ્તકના ચાર જેટલા ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ બંધ થયા છે.          

ટોપ સ્ટોરી

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ

સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે

અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

Embed widget