શોધખોળ કરો
Advertisement
સુરતમાં હિટ એન્ડ રનઃ મર્સિડીઝે અનેક વાહનોને અડફેટે લીધા, 1નું મોત
આ ઘટનામાં કાર ચાલક ભાગવાનો પ્રયાસ કરતા એક પોલ સાથે અથડાવતા મર્સિડીઝનો ભુક્કો થતા કાર મુકીને ભાગ્યો હતો.
સુરતઃ સુરતમાં હિટ એંડ રનની ઘટનામાં એકનું મોત થયાની ઘટના બની છે. ઉધના-મગદલ્લા રોડ પર સોમવારે રાત્રે GJ 19 BA 2354 નંબરની મર્સિડીઝ કારના ચાલકે ત્રણ લોકોને અડફટે લીધા હતા. જેમાં સાયકલ સવારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે મોપેડ, કાર અને રિક્ષાવાળાને ગંભીર ઈજા થતા સિવિલમાં ખસેડાયા છે.
આ ઘટનામાં કાર ચાલક ભાગવાનો પ્રયાસ કરતા એક પોલ સાથે અથડાવતા મર્સિડીઝનો ભુક્કો થતા કાર મુકીને ભાગ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના બોનેટનો ભુક્કો બોલી ગયો હતો. જો કે બાદમાં અકસ્માતની ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઘટના બાદ સ્થાનિકો મોટા પ્રમાણમાં ગાડીની આસપાસ એકત્ર થઇ ગયા તા. અનેક લોકોએ ગાડીમાં તોડફોડ પણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટોળા વિખેરીને ગુનો નોંધ્યો હતો. ગાડીના નંબરના આધારે તપાસ ચાલુ કરી છે. ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રન સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને ચાલકને ઝડપી લેવા માટે તપાસનો ધમધમાટ ચાલુ કરી દીધો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement