શોધખોળ કરો

Surat: પતિએ પત્નીની કરી ક્રુર હત્યા, બે દીકરીઓની નજરની સામે પત્નીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી

સુરતમાં વધુ એક વખત હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિએ સુતેલી પત્નીની બે દીકરીઓની આંખ સામે ગળું કાપીને હત્યા કરી નાખી હતી.  

સુરત:  સુરતમાં વધુ એક વખત હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિએ સુતેલી પત્નીની બે દીકરીઓની આંખ સામે ગળું કાપીને હત્યા કરી નાખી હતી.  જોકે ઘટનાની જાણ થતા તાત્કાલિક ગોડાદરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે હાલ તો  હત્યાનો ગુનો દાખલ કરી હત્યારા પતિની ધરપકડ કરી છે.  ખાસ કરીને કામ બાબતમાં પતિ પત્ની વચ્ચે ચાલી રહેલી તકરારમાં પતિ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 

લાંબા સમયથી પતિ-પત્ની વચ્ચે તકરાર

સમગ્ર અહેવાલ અનુસાર, સુરતમાં સામાન્ય બોલાચાલીમાં હત્યાની ઘટનાને અંજામ આપવાની ઘટનાઓ સતત વધી રહી છે.  સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા દેવદગામ ખાતે આવેલ સન્ડે લગુન એપાર્ટમેન્ટના સી/૧૩૦૨, ફ્લેટમાં જયસુખભાઈ લાખાભાઈ વાણીયા પત્ની નમ્રતા અને બે દીકરીઓ સાથે રહેતા હતા.  જયસુખભાઈ ઓનલાઇન એપ દ્વારા આવતા ઓર્ડરની ડીલીવરીનું કામ કરતા હતા.  જ્યારે પત્ની અન્ય જગ્યા પર ફિક્સ નોકરી કરતા હતા.  બંનેને કામ ધંધાને લઈને છેલ્લા લાંબા સમયથી પતિ-પત્ની વચ્ચે તકરાર ચાલતી હતી. બે દિવસ પહેલા પણ આ બાબતે ઝઘડો થયો હતો. 

દીકરીઓની હાજરીમાં પત્નીનું ગળું કાપી નાખ્યું

ગઈકાલે મોડી રાત્રે આ બાબતે ઝઘડો થતાં આવેશમાં આવેલા પતિ જયસુખભાઇ દ્વારા ઘરમાં રહેલું શાકભાજી કાપવાના ચપ્પુ વડે બે દીકરીઓની હાજરીમાં પત્નીનું ગળું કાપી તેની ઘાતકી હત્યા કરી નાખી હતી.  જો કે ઘટનાની જાણ સ્થાનિક લોકોએ રાત્રે પોલીસને કરતા ગોડાદરા પોલીસ બનાવવાની જગ્યા પર દોડી જઈ આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી.  હત્યારા પતિ જયસુખભાઈની ધરપકડ પણ કરી હતી.  આમ પરિવારનો સામાન્ય ઝઘડામાં ઉશ્કેરાઈ જાય બે દીકરીઓની હાજરીમાં પતિ દ્વારા પત્નીની હત્યા કરી નાખવાની ઘટનાને લઇ પરિવાર સાથે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી ગયું હતું.

તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા

આ હત્યાની ચોંકાવનારી ઘટના બાદ દીકરીઓએ દાદાને ઉઠાડ્યા હતા અને નમ્રતાબેનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ નમ્રતાબેનને મૃત જાહેર કર્યા હતા. આ અંગે તાત્કાલિક ગોડાદરા પોલીસને જાણ કરવામાં આવી હતી.  

Surendranagar: પાટડીના વડગામમાં લૂંટના ઈરાદે વૃદ્ધાની હત્યાથી ખળભળાટ  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget