Surendranagar: પાટડીના વડગામમાં લૂંટના ઈરાદે વૃદ્ધાની હત્યાથી ખળભળાટ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના વડગામ ગામે વૃદ્ધાની લૂંટના ઇરાદે કાન કાપીને ઘાતકી હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના વડગામ ગામે વૃદ્ધાની લૂંટના ઇરાદે કાન કાપીને ઘાતકી હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. કોઈ અજાણ્યા તસ્કરો એકલા રહેતા વૃદ્ધાની ક્રૂર હત્યા કરીને કાનમાં પહેરેલી સોનાની કડીઓ અને વારીયા અને હાથમા પહેરેલા સોનાના પાટલા લૂંટીને અંધારામાં ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતા દસાડા પીએસઆઇ સહિતનો પોલીસ સ્ટાફ પહોંચી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
કાન કાપીને ઘાતકી હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વડગામ ગામે વૃદ્ધાની લૂંટના ઇરાદે કાન કાપીને ઘાતકી હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ હત્યાની ઘટનામાં કોઈ અજાણ્યા તસ્કરો એકલા રહેતા વૃદ્ધાની ક્રૂર હત્યા કરીને કાનમાં પહેરેલી સોનાની કડીઓ અને વારીયા અને હાથમા પહેરેલા સોનાના પાટલા લૂંટીને અંધારામાં ફરાર થઇ ગયા હતા. આ ઘાતકી હત્યાની ઘટનાના પગલે ગ્રામજનો બનાવના સ્થળે દોડી ગયા હતા. જયારે આ ઘટનાની જાણ થતા દસાડા પીએસઆઇ સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે ઘટના સ્થળે દોડી જઈ મૃતક વૃદ્ધા 72 વર્ષના શાંતિબેન શંકરભાઇ ડોડીયાની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. જ્યારે આ હત્યાની ઘટનામાં અજાણ્યા લોકો સામે હત્યા અંગેનો ગુન્હો દાખલ કરી હત્યારાઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વડગામ ગામની મધ્યમાં બજાર વચ્ચે આવેલા મકાનમાં આ હત્યાની ઘટનાથી ગ્રામજનોમાં ભય માહોલ જોવા મળ્યો હતો
ગ્રામજનોમાં ભયની સાથે રોષની લાગણી
પાટડી તાલુકાના વડગામ ગામે ગામની મધ્યમાં બજાર વચ્ચે દેરાસરની નજીક આવેલા મકાનમાં 72 વર્ષના વૃદ્ધા શાંતિબેન શંકરભાઈ ડોડીયાની કાન કાપી સોનાના દાગીનાની લૂંટની ઘટનાથી નાના એવા વડગામ ગામના ગ્રામજનોમાં ભયની સાથે રોષની લાગણી ફેલાવા પામી છે. મૃતક વૃદ્ધાનો એક દીકરો બાજુના મકાનમાં અને બીજો દીકરો પણ ગામમાં જ રહેતો હતો. પાટડી તાલુકાના વડગામ ગામે રહેતા 72 વર્ષના વૃદ્ધા શાંતિબેન ડોડીયાના પતિ શંકરભાઈ ડોડીયાનું અગાઉ અવસાન થયું હતું. જયારે એમની એક દીકરીના લગ્ન થઇ જતા એ સાસરે છે. જયારે મૃતક વૃદ્ધાનો એક દીકરો બાજુના મકાનમાં અને બીજો દીકરો પણ ગામમાં જ રહેતો હતો.
હાલ તો સમગ્ર મામલે પોલીસે ચોરી અને હત્યાના મામલે ગુનો નોંધી અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી હત્યારાઓને શોધવા માટે કામગીરી હાથ ધરી છે.
Banaskantha: 31 ડિસેમ્બરને લઈ બનાસકાંઠાની તમામ ચેકપોસ્ટ પોલીસ છાવણીમાં ફેરવાઈ