શોધખોળ કરો

Surat: પ્રેમ લગ્નનો આવ્યો કરુણ અંજામ, સાસરિયાઓએ પુત્રવધુને એટલી હદે માર માર્યો કે શરીરે ચાંભા પડી ગયા

સુરત: 22 વર્ષીય યુવતીને પ્રેમ લગ્ન કરીને પસ્તાવવાનો વારો આવ્યો છે ડાયમંડ નગરી સુરતમાં. લગ્નના 3 મહિના બાદ પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને મારઝૂડ કરવામાં આવતી હતી.

સુરત: 22 વર્ષીય યુવતીને પ્રેમ લગ્ન કરીને પસ્તાવવાનો વારો આવ્યો છે ડાયમંડ નગરી સુરતમાં. લગ્નના 3 મહિના બાદ પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને મારઝૂડ કરવામાં આવતી હતી. આ ઉપરાંત પરિણીતાના વાળ કાપી નાખવામાં આવ્યા હતા અને જાનથી મારી નાખીને મા-બાપના ઘરે ફેકી દેવાની ધમકીઓ આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પરિણીતાએ કતારગામ પોલીસ મથકમાં પતિ, સાસુ અને નણંદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ત્રણેયની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા.

Surat: પ્રેમ લગ્નનો આવ્યો કરુણ અંજામ, સાસરિયાઓએ પુત્રવધુને એટલી હદે માર માર્યો કે શરીરે ચાંભા પડી ગયા

સુરતમાં રહેતી ૨૨ વર્ષીય યુવતીએ વર્ષ 2021માં કતારગામ વિસ્તારમાં રહેતા વિવેક કાચરિયાની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નગાળા દરમ્યાન તેઓને સંતાનમાં 1 વર્ષની દીકરી પણ છે. પ્રેમ લગ્ન કરનાર પરિણીતાને ઢોર માર મારવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત પરિણીતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે પરિણીતાએ કતારગામ પોલીસ મથકમાં પતિ, સાસુ મીનાબેન અને નણંદ સ્નેહા સામે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પ્રેમલગ્નના ૩ મહિના સુધી તેણીને સારી રીતે રાખવામાં આવી હતી અને ત્રણ મહિના બાદ ઘરના કામ કાજ બાબતે ઝઘડો તકરાર કરીને તેણીની સાથે મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પરિણીતાને ફોન પણ રાખવા દેતા ન હતા અને ઘરની બહાર એકલા નીકળવા દેતા ન હતા. તેમજ પરિણીતાને પિયરમાં વાત પણ કરવા દેતા ન હતા, પરિણીતા જયારે ગર્ભવતી હતી ત્યારે પણ બોલાચાલી કરી મારઝુડ કરતા હતા. આ ઉપરાંત ઘરે કોઈ મહેમાન આવે તો પરિણીતાને તેના પિયર વિષે ખોટા ધંધા કરે છે. તેવી વાત કરવા જણાવતા હતા અને પરિણીતા આમ ન કરે તો મારુઝુડ કરતા હતા. 

છેલ્લા 1 મહિનાથી પરિણીતાને સમયસર ચા તેમજ ખાવાનું પણ આપતા ન હતા અને સવારના ચાર વાગ્યે જગાડીને ઘરના કામકાજ કરાવતા હતા અને રાત્રીના સમયે સુવા પણ દેતા ન હતા અને પરિણીતાને તેઓની પાસે ઉભા રાખતા હતા અને પરિણીતા બેસે તો તેણીને માર મારવામાં આવતો હતો. તેમજ પરણીતાને ઘરનું કામકાજ કર્યા બાદ ઘરમાં સિલાઈ કામ અથવા કોઈ પણ કામ કરીને મહીને 15 હજાર રૂપિયા દર મહીને કમાઈને ઘરમાં આપવાનું જણાવતા હતા.

ગત 14 ઓગસ્ટના રોજ રાત્રિના 1 વાગ્યાના આસપાસ સાસુએ મોઢા પર કપડાનો પટ્ટો બાંધીને ઘરના દરવાજા બંધ કરીને પતિ અને નણંદએ વેલણ, લાકડી તથા કાતરથી ઢોર માર માર્યો હતો અને બાદમાં વાળ પણ કાપી નાખ્યા હતા અને સાસુએ ધમકી આપી હતી કે ફ્લેટ રાખ્યો છે તેનું કામકાજ પૂર્ણ થઇ જાય પછી તને મારીને તારા માતા-પિતાના ઘરની સામે ફેકી દઈશું. મહિલાની ફરિયાદના આધારે કતારગામ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે .

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
Jio, Vi, Airtel: આ છે અનલિમીટેડ ફાયદા વાળા બધી કંપનીઓના પ્લાન, મળે છે એક મહિનાની વેલિડિટી
Jio, Vi, Airtel: આ છે અનલિમીટેડ ફાયદા વાળા બધી કંપનીઓના પ્લાન, મળે છે એક મહિનાની વેલિડિટી
એકસમયે દોસ્ત હતા ઇઝરાયેલ અને ઇરાન, આ કારણે બની ગયા એકબીજાના 'જાની દુશ્મન'
એકસમયે દોસ્ત હતા ઇઝરાયેલ અને ઇરાન, આ કારણે બની ગયા એકબીજાના 'જાની દુશ્મન'
Embed widget