Surat: પરિવારે બાકી બિલ ન ભરતા હોસ્પિટલે મૃતદેહ રસ્તા પર રઝળતો મુકી દીધો, CCTV ફૂટેજ આવ્યા સામે
સીસીટીવી ફૂટેજ તેમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે રાત્રિના સમયે કેટલાક લોકો આવીને મૃતદેહને રસ્તા પર મુકી રહ્યા છે.
સુરત શહેર જ્યાં બે દિવસ પહેલા બની હતી માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. આ મામલો આખરે પોલીસ કમિશનર સમક્ષ પહોંચ્યો છે. માનવતા મરી પરવારી હોય તેવી આ ઘટનાની સીસીટીવી પણ સામે આવ્યા છે. પાંડેસરા પોલીસ કોલોની નજીક રહેતા ભગવાન નાયકને તાવ આવ્યા બાદ ન્યુમોનિયાની અસર જણાતા પાંડેસરાની પ્રિયા જનરલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. જ્યાં 14 દિવસ કોરોનાની સારવાર દરમિયાન શનિવારે ભગવાનભાઈનું મૃત્યુ થયું હતું. પરિવારે બાકી બિલ ન ભરતા હોસ્પિટલ તરફથી મૃતદેહ રસ્તા પર મુકી દેવામાં આવ્યો હતો. જેથી પરિવારે હોબાળો મચાવતા પાંડેસરા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી બંને પક્ષોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.
સીસીટીવી ફૂટેજ તેમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે રાત્રિના સમયે કેટલાક લોકો આવીને મૃતદેહને રસ્તા પર મુકી રહ્યા છે. આ મામલે પરિવાર અને સમાજના આગેવાનોએ પોલીસ કમિશ્નરને આવેદન આપી હોસ્પિટલ અને તબીબ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે.
નોંધનીય છે કે, સુરત શહેરમાં કોરોનાની રફ્તાર મંદ પડી છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના 1 હજાર 309 અને ગ્રામ્યમાં 347 કેસ સાથે કુલ 1 હજાર 656 કેસ નોંધાયા છે. તો સોમવારે શહેરમાં 10 અને ગ્રામ્યમાં 3 મળી કુલ 13 મોત થયે છે. તો શહેરમાંથી વધુ 2 હજાર 290 અને ગ્રામ્યમાંથી 607 મળી કુલ 2 હજાર 832 દર્દીને રજા અપાઈ છે.
નવા નોંધાયેલ કેસમાં સૌથી વધુ રાંદેરમાં 349 અને અઠવામાં 335 કેસ સામે આવ્યા છે. તો સુરત શહેરમાં કુલ કેસનો આંક 95 હજાર 43 પર પહોંચ્યો છે. તો ગ્રામ્ય કુલ કેસનો આંક 25 હજાર 777 પર પહોંચ્યો છે. તો સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 77 હજાર 945 અને ગ્રામ્યમાં 21 હજાર 679 મળીને કુલ આંક 99 હજાર 624 થયો છે.
રાજ્યના આ મોટા શહેર માટે રાહતના સમાચાર, સતત બીજા દિવસે 5000 કરતાં ઓછા નવા કેસ નોંધાયા
9 મે સુધીમાં ગુજરાતને આટલા લાખ રેમડેસિવીર ઇન્જેક્શન મળશે, ગુજરાત સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું