Surat: રાજ્યમાં વધુ એક પરીક્ષામાં ગેરરીતિ આવી સામે, વીજ કંપનીની ઓનલાઇન પરીક્ષાને લઈને થયો મોટો ખુલાસો
સુરત: ગુજરાતમાં ફરી એકવાર પરીક્ષામાં ગેરરીતિની ઘટના સામે આવી છે. ગુજરાતની વીજ કંપનીની ઓનલાઇન પરીક્ષા ગેરરીતિ થયાનો પર્દાફાશ થયો છે.
સુરત: ગુજરાતમાં ફરી એકવાર પરીક્ષામાં ગેરરીતિની ઘટના સામે આવી છે. ગુજરાતની વીજ કંપનીની ઓનલાઇન પરીક્ષા ગેરરીતિ થયાનો પર્દાફાશ થયો છે. આ પર્દાફાશ સુરત ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે. વીજ કંપનીની ઓનલાઈન પરીક્ષાઓમાં ગેરરીતિ કરનાર 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ઇન્દ્રવદન પરમાર અને ઓવેશ કાપડિયા નામના આરોપીઓની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે બંને આરોપી ઉમેદવારોનો પહેલેથી જ સંપર્ક કરી લેતા હતા. ઉમેદવાર કોમ્પ્યુટર પર બેસે એટલે જવાબ આપો આપ ક્લિક થતા હતા. આખા ગુજરાતમાં જાળ ફેલાવી હોવાની વાત સામે આવી છે. કોણે કોણે લાભ લીધો તેની તપાસ કરવામાં આવી રહી છે. હજુ તો ભાવનગરમાં સામે આવેલા ડમીકાંડના તમામ આરોપીઓ ઝડપાયા નથી ત્યાં વધુ એક કૌભાંડ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
પિત્ઝા ખાવાના શોખીનો ચેતી જજો!
સુરત: પિત્ઝાનું નામ પડતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. આજકાલ પિત્ઝાનો ટ્રેન્ડ ખુબ વદ્યો છે. નાનાથી લઈને મોટેરા સુધી બધા લોકો પિત્ઝાના દિવાના છે. જો કે, પિત્ઝા ખાતા લોકોને હવે ચેતવાની જરુર છે. કારણ કે, સુરતમાં ડેન્સ પિત્ઝા,ગુજ્જુ કાફે સહિત 6ના ચીઝ અને માયોનીઝના નમૂના ફેલ થયા છે. જેને લઈને 40 કિલો ચીઝ અને માયોનીઝનો નાશ કરવામાં આવ્યો છે.
સુરત શહેરમાં ખાદ્ય સામગ્રી વેચનારા દ્વારા ગુણવત્તા યુક્ત ખોરાક વેંચવામાં આવતો ન હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે. સુરત શહેરના પોશ ગણાતા એવા ઘોડદોડ રોડ અને પીપલોદ જેવા વિસ્તારોના પિત્ઝા સેન્ટરોમાં ચીઝ અને માયોનીઝની ગુણવત્તા સારી ન હોવાની વાત સામે આવી છે. ધારા ધોરણ પ્રમાણે ન હોવાનું સુરતના આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યું છે. 6 જેટલા નમૂના ફેલ થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
આ 6 સંસ્થાના નમૂના ફેઈલ ગયા
સફાયર ફૂડ્સ ઈન્ડિયા લિમિટેડ (પિઝા હટ) ઘોડદોડ રોડ
પ્રેરણા હોસ્પિટાલિટી (કેએસ ચારકોલ) પીપલોદ
ડેન્સ પિઝા, અડાજણ
ગુજ્જુ કાફે, જહાંગીરાબાદ
જુબિલિયન્ટ ફૂડ વર્ક્સ લિ.(ડોમિનોસ પિઝા) ભરથાણા (વેસુ)
ધ કેરાલા સ્ટોરી મુવીને સ્પેન્સર કરનાર આણંદના વેપારીને મુસ્લિમ આગેવાનોએ મંગાવી માફી
ધ કેરાલા સ્ટોરી મુવીને સ્પેન્સર કરનાર આણંદના એક વેપારીને મુસ્લિમ આગેવાનોએ માફી મંગાવી છે. આણંદના વેપારીએ મુસ્લીમ સમાજની માફી માગતો વિડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આણંદના વેપારીએ માફી માગતા કહ્યુ કે મે સ્પોન્સરશિપ પરત લીધી છે. વેપારીએ સ્પોન્સર કર્યા બાદ મુસ્લિમોએ સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ શરૂ કર્યો હતો. આણંદના મુબારક ટેલર્સ નામની દુકાન ધરાવતા ધર્મેશ બાલીનો મુસ્લિમ સમાજ દ્વારા બોયકોટ કરવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજના દ્વારા અપાયેલા ઓર્ડર રદ્દ કરવાનું શરૂ થયુ હતુ. ત્યારબાદ મુસ્લિમ સમાજના લોકોએ તેમનો ફોન અને સોશ્યલ મિડિયામાં વિરોધ શરુ થયો હતો.
આણંદના વેપારી પાસે માફી મંગાવતા વિડિયામાં દેખાતા મુસ્લીમ આગેવાને પણ આ મુદ્દે સ્પષ્ટતા કરતો વિડિયો પોસ્ટ કર્યો છે. તોસિફ ભાઈ મુસ્તુફાભાઈ વ્હોરા કહ્યુ કે, ધર્મેશભાઈ મારા મિત્ર છે મે તેમની પાસે માફી મંગાવી નથી. ઘર્મેશભાઈ ફિલ્મના સ્પોન્સર થતા વિરોધ શરૂ થયો હતો તે માટે તેમણે ફોન કરી મને બોલાવ્યો હતો. તેમણે મને કહ્યુ હતુ કે, મુસ્લિમ સમાજના મારા ઘણા ગ્રાહકો છે.