શોધખોળ કરો
કોરોનાના કહેર વચ્ચે સુરતમાં જગન્નાથ રથયાત્રા નહીં નીકળે, માત્ર નિજ મંદિરમાં જ રથ ફરશે
આ વર્ષે કોરોના મહામારીના પગલે સુરત શહેરમાં આ વર્ષે રથયાત્રાનું આયોજન નહીં થાય.
સુરત: રાજ્યમાં કોરોનાનો કહેર થમી નથી રહ્યો. દિવસેને દિવસે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં આ વર્ષે રથયાત્રાનું આયોજન નહીં થાય. માત્ર નિજ મંદિરમાંજ રથ ફરશે.
શહેરમાં કુલ 5 સ્થળો થી રથયાત્રા કાઢવામાં આવે છે. સામાન્ય રીતે અષાઢી બીજ નિમિતે જહાંગીરપુરા ઈસ્કોન મંદિર, લંકાવિજયહનુમાન, મહિધરપુરા ગોળિયાબાવા મંદિર, પાંડેસરા અને સચિન વિસ્તારમાં રથયાત્રા નીકળતી હોય છે પરંતુ, આ વર્ષે કોરોના મહામારીના પગલે તમામ રથયાત્રાનું આયોજન નહીં કરવાનો નિર્ણય કરાયો છે. આ તમામ રથયાત્રા રદ્દ કરી નિજ મંદિરમાંજ કાર્યક્રમ કરાશે.
આ ઉપરાંત કોઈપણ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવશે. મહારાજ અને પૂજારી સિવાય મંદિર પરિસર માં કોઈને પ્રવેશ અપાશે નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement