સુરતમાં કોફી શોપના કપલ બોક્સમાં ઘેનયુક્ત કોફી પીવડાવી સગીરા પર બળાત્કાર
સુરતમાં ફરી એકવાર કોફી શોપના કપલ બોક્સમા સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. શહેરના લિંબાયત પ્લાસ્ટિક ફેકટરીમાં કામ કરતા યુવકે સહ કર્મચારી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે
સુરતઃ સુરતમાં ફરી એકવાર કોફી શોપના કપલ બોક્સમા સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. શહેરના લિંબાયત પ્લાસ્ટિક ફેકટરીમાં કામ કરતા યુવકે સહ કર્મચારી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે. હેવાન યુવક બપોરે રિશેષના સમયે સગીરાને કપલ બોક્સમાં લઈ ગયો હતો. આરોપીએ સગીરાને લીંબાયતના વેલેન્ટાઈન કોફી શોપના કપલ બોક્સમાં લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પ્લાસ્ટિકની થેલીઓ બનાવવાના ખાતામાં કામ કરતા સાથી કર્મચારીએ 16 વર્ષની કિશોરીને લિંબાયતના કેફેમાં લઈ જઈ ઘેનયુક્ત કોફી પીવડાવી કપલ બોક્સમાં બળાત્કાર કર્યો હતો. જોકે ફરિયાદ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર લિંબાયતની 16 વર્ષીય પીડિતા પ્લાસ્ટિકની થેલીઓ બનાવવાની ફેક્ટરીમાં કામ કરે છે. તેની સાથે નિખિલ નામનો યુવક પણ નોકરી કરતો હતો. 3 જાન્યુઆરીના રોજ પીડિતા કામ પર ગઈ હતી. ત્યારે નિખિલે એવું કહ્યું કે આપણી સાથેના લોકો કોફી પીવા જાય છે. આપણે પણ જઈએ. પહેલાં તો પીડિતાએ સાથે જવાની ના પાડી હતી પરંતુ નિખિલે તેને કોફી પીવા જવા માટે દબાણ કરતાં તૈયાર થઈ હતી.
બાદમાં લિંબાયત કેફેમાં યુવકે સગીરાને ઘેનયુક્ત કોફી પીવડાવી રેપ કર્યો હતો. આટલું જ નહીં યુવકની મદદ માટે સાથે કામ કરતા અન્ય યુવક- યુવતીઓ પણ કોફી શોપ સુધી સાથે આવ્યા હતાં. લિંબાયતમાં એક કાફેમાં ગયા હતા ત્યાંથી નિખિલના બંને સાથી કર્મચારીઓ બીજે કોઈ જગ્યાએ ગયા બાદમાં નિખિલે પીડિતાને કોફી પીવડાવી હતી. કોફીમાં ઘેનવાળો પદાર્થ હોવાથી પીડિતા બેભાન થઈ ગઇ હતી. ત્યારે નિખિલે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતામા ભાનમાં આવતા તેને ખ્યાલ આવી ગયો હતો કે તેની સાથે શું થયું છે. બાદમાં આ સમગ્ર હકીકત તેણે તેની માતાને જણાવી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સગીરાએ હેવાન નિખિલ સહાની સામે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે હેવાન નિખીલની ધરપકડ કરી હતી.