શોધખોળ કરો
Advertisement
દક્ષિણ ગુજરાતના આ જિલ્લાની વધી રહી છે મુશ્કેલી, એક જ દિવસમાં નોંધાયા 83 કોરોનાના કેસ
ગઈ કાલે સુરત શહેર સહિત ગ્રામિણ વિસ્તારમાં નવા 82 કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જોકે, ગઈ કાલની સરકારી યાદીમાં સુરતમાં 77 કેસ નોંધાયા હોવાની વિગત આપવામાં આવી છે.
સુરતઃ ગુજરાતમાં એક તરફ મોટી સંખ્યામાં લોકો કોરોનાને મ્હાત આપી રહ્યા છે. બીજી તરફ કોરોનાના કેસો પણ સતત વધી રહ્યા છે, ત્યારે સુરત જિલ્લાની મુશ્કેલી વધી રહી છે. ગઈ કાલે સુરત શહેર સહિત ગ્રામિણ વિસ્તારમાં નવા 82 કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેમાંથી સુરત શહેરમાં નવા 71 કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે સુરત ગ્રામિણ વિસ્તારમાં નવા 11 કોરોના પોઝિટિવ આવ્યા છે. જોકે, ગઈ કાલની સરકારી યાદીમાં સુરતમાં 77 કેસ નોંધાયા હોવાની વિગત આપવામાં આવી છે.
સુરત શહેરમાં કુલ કોરોના પોઝિટિવનો આંકડો 1767 પર પહોંચ્યો છે. સુરત ગ્રામિણ વિસ્તારમાં કુલ કોરોના પોઝિટિવનો આંકડો 136 પર પહોંચ્યો છે. સુરત શહેર સહિત ગ્રામિણ વિસ્તારમાં કુલ 1903 કોરોના પોઝિટિવ નોંધાયા છે. જ્યારે ગઈ કાલે 2 કોરોના પોઝિટિવ દર્દીના મોત થયા હતા. તેની સામે ગઈ કાલે 51 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કુલ 1259 (91 ડિસ્ટ્રિક્ટ) લોકો સ્વસ્થ થઈને ઘરે ગયા છે.
સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 157 દર્દીઓની હાલત ગંભીર છે. 4 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 23ની બાઈપેપ અને 130 દર્દીની ઓક્સિજન સ્પોર્ટથી સારવાર ચાલું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion