Vande Bharat Train Accident : ફરી એકવાર વલસાડ પાસે વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત
Vande Bharat Train Accident : વંદે ભારત ટ્રેનને ફરી એકવાર અકસ્માત નડ્યો છે. વલસાડના અતુલ નજીક વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. ગાય આવી જતા ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું છે.

Vande Bharat Train Accident : વંદે ભારત ટ્રેનને ફરી એકવાર અકસ્માત નડ્યો છે. વલસાડના અતુલ નજીક વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. ગાય આવી જતા ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે , વલસાડના અતુલ નજીક ગાય ટ્રેક પર આવી જતા ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું છે. એન્જિનના આગળના ભાગમાં નુકસાન થયો છે. ટ્રેન ૩૦ મીનિટ સુધી રોકાઈ. ભૂતકાળમાં અમદાવાદ અને આણંદ નજીક પણ વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો.
A cattle runover incident occurred with passing Vande Bharat train today near Atul in Mumbai Central division at 8.17 am. The train was on its journey from Mumbai Central to Gandhinagar. Following the incident, the train was detained for about 15 minutes: Indian Railways pic.twitter.com/b6UoP3XrVe
— ANI (@ANI) October 29, 2022
In the cattle runover incident, one bull was hit: Indian Railways
— ANI (@ANI) October 29, 2022
Gujarat Election 2022 : ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત મુદ્દે અશોક ગેહલોતે શું આપ્યું મોટું નિવેદન?
Gujarat Election 2022 : ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે, ત્યારે તમામ પાર્ટીના નેતાઓએ ગુજરાતમાં ધામા નાંખ્યા છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. સુરત ખાતે પત્રકારો સાથે વાત કરતાં અશોક ગેહલોતે કહ્યું હતું કે, જાણી જોઈ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી રહી નથી. Pm મોદી અને અમિત શાહના કાર્યક્રમ પુરા નહીં થાય જાય ત્યાં સુધી તારીખ જાહેર કરવાના નથી. ભાજપ ચૂંટણીપંચ પર પ્રભાવ નાંખે છે. ગુજરાત બદલાવ માંગે છે. ભાજપ ની ગૌરવ યાત્રા નો વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ તૈયાર છે. કેટલાક લોકો ભ્રમ ફેલાવે છે. મોદીજી કહે છે કોંગ્રેસ સાયલન્ટ કામ કરે છે. રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા હતા. કામ થઈ રહ્યું છે. મીડિયા મોદીના દબાવમાં છે.
તેમણે કહ્યું કે, કેજરીવાલ પેકેજ આપે છે. પહેલું પેકેજ કેજરીવાલની વિરુદ્ધ ખબર ન બતાવો. બીજું પેકેજ કેજરીવાલના સમાચાર ચલાવો. કોંગ્રેસે ચૂંટણીમાં લોકતંત્ર જીવંત રાખ્યું છે. કોંગ્રેસની કોઈ સાથે દુશ્મની નથી. લોકતંત્ર બરકરાર રાખવું જોઈએ. BJPફાંસીસ્ટ વિચારધારાના લોકો છે, જે લોકતંત્ર માટે ખતરાની ઘંટી છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલનો દાખલો આપણી સામે છે. ધારાસભ્ય પર હુમલો થાય અને એમના પર જ ગુનો દાખલ થાય. દેશમાં તણાવનો માહોલ છે. ભાજપ પોતાનો પ્રોગ્રામ બતાવે. કરવા શુ માંગે છે. રાહુલ ગાંધીએ જે ગેરેન્ટી આપી છે તે લોકોને આપીશું. રાજસ્થાનમાં જ્યાં 500 બાળકી હશે ત્યાં કોલેજ ખોલવામાં આવશે.
તેમણે કહ્યું કે, 3 લાખ નોકરી આપવાના છે. ગુજરાત સરકાર જાહેરાત કરે શુ કરવાના છે. કોંગ્રેસને જનતા એક મોકો આપે. ગુજરાતમાં કાળો ઝંડો બતાવીએ તો જેલ થાય છે. લોકતંત્રમાં આલોચના થાય છે. એ આભૂષણ છે, સાંભળવાની તાકાત હોવી જોઈએ. આ BJP બદલાની ભાવના રાખે છે. ભાજપનું મોડલ ખતરનાક છે. અરુણાચલમાં કોંગ્રેસની સરકાર બદલી ભાજપની કરી નાખી. ભાજપે બૌ ફંડ એકત્રિત કર્યું છે. 15 કરોડ 20 કરોડ આપવામાં આવે છે. આ રૂપિયા ક્યાંથી આવ્યા. ખરીદ ફરોખમાં રૂપિયા વપરાય છે.
તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી એ જે વચન આપ્યા છે તે વચનો રાજસ્થાનમાં પુરા થાય છે. સવાલ કરાયો તો રાજસ્થાન મોડલ પર કેમ પ્રચાર કરવામાં આવતો નથી? તેના જવાબમાં જણાવ્યું છે મોડલ પ્રથા મોદી લાવ્યા છે. લોકો સામે સચ્ચાઈ આવવી જોઈએ. 2017માં ભાજપે કહ્યું હતું 150 આવશે, આવી કેટલી 99, ભાજપની વાતમાં દમ નથી.
BJP ઉદ્યોગકારો પાસેથી ધમકાવી પૈસા લે છે, EDની ધમકી આપે છે, ITની ધમકી આપે છે. આગામી 31મી ઓક્ટોબરથી કોંગ્રેસ ઝોન વાઇઝ પરિવર્તન યાત્રા શરૂ કરશે. ભાજપે દરેક જગ્યાએ રોજગારી ઓછી કરી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
