શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Tirnga Padyatra: વિધાનસભાની ચૂંટણી પહેલા PAASનું શક્તિ પ્રદર્શન, આજે સુરતમાં ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન

સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીની સાથે સાથે વિવિઝ સંગઠનો પણ એક્ટિવ થયા છે. હવે PAAS દ્વારા આજે 28 ઓગસ્ટે તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીની સાથે સાથે વિવિઝ સંગઠનો પણ એક્ટિવ થયા છે. હવે PAAS દ્વારા આજે 28 ઓગસ્ટે તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.  ક્રાંતિ ચોકથી નીકળીને સરદાર પ્રતીમા માનગઢ ચોક ખાતે આ યાત્રા સંપન્ન થશે. વિધાનસભાની ચૂંટણી પહેલા પાસનું તિરંગા પદયાત્રા સ્વરૂપે આ પાસનું શક્તિ પ્રદર્શન માનવામાં આવે છે. 15 ઓગસ્ટ 2022ના રોજ ભારત દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી 76મા વર્ષમાં પ્રારંભ કર્યો છે. આ વર્ષ દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવની સમગ્ર દેશમાં ઉજવણી થઇ રહી છે. 

પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આઝાદીના 75 વર્ષ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ પાટીદાર અનામત આંદોલનના 7 વર્ષ પૂર્ણ થયા છે. 25 ઓગસ્ટના રોજ પાટીદાર ક્રાંતિ દિવસ ઉજવાયો હતો. 26 ઓગસ્ટના રોજ પાટીદાર શહીદ દિવસની ઉજવણી કરાઈ હતી. શહીદોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા તારીખ 28 ઓગસ્ટ 2022ના રોજ તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ​તિરંગા પદયાત્રા 28 ઓગસ્ટના રોજ સવારે 9 કલાકે ક્રાંતિ ચોક વિસ્તારથી નીકળીને સરદાર પ્રતિમા, માનગઢ ચોક, મિનિબઝાર, વરાછા રોડ સ્થિત પૂર્ણ કરવામાં આવશે. મોટી સંખ્યામાં વરાછા, કતારગામ, સરસાણા વગેરે વિસ્તારમાંથી યુવકો યાત્રામાં જોડાશે.

પીએમ મોદીના પ્રવાસને લઇ થ્રી લેયર સુરક્ષા ગોઠવવામાં આવી

વડાપ્રધાન મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આજે તેમણે અમદાવાદમાં ખાદી ઉત્સવમાં ભાગ લીધો અને સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ ફુટઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું. આ સાથે ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગના નવા બિલ્ડીંગનું પણ લોકાર્પણ કર્યું. પીએમ મોદી આવતીકાલે 28 ઓગસ્ટે સવારે ભુજ પહોંચશે અને ત્યાં વિવિધ વિકાસકર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પીએમ મોદીના ભુજ પ્રવાસને લઈને કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 

ભુજમાં થ્રી લેયર સુરક્ષા 
વડાપ્રધાનના ભુજ પ્રવાસને લઈ થ્રી લેયર સુરક્ષા ગોઠવવામાં આવી  છે. PMની સુરક્ષાને લઈ પશ્ચિમ કચ્છના SP સાથે abp અસ્મિતાની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું કે સરહદી જિલ્લો હોવાથી ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ, SRP, ચેતક કમાન્ડો પણ સુરક્ષામાં તેહનાત કરવામાં આવ્યાં છે. 

ડ્રોન દ્વારા રોડ શો અને સ્મૃતિ વનના કાર્યક્રમ ઉપર  બાઝ નજર રાખવામાં આવશે. ભુજમાં PM રહેશે  ત્યાં સુધી દરિયામાં પણ કોસ્ટગાર્ડનું સતત  પેટ્રોલિંગ રહેશે. સુરક્ષા માટે કરાશે ઉપયોગ બાઈનોક્યુલર અને નાઈટ વિઝન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. PMની સુરક્ષામાં પોલીસનું અશ્વદળ પણ તહેનાત રહેશે અને આ સાથે 5 હજાર પોલીસ જવાનો સુરક્ષામાં ખડેપગે રહેશે. 

ભુજમાં પીએમ મોદીનો કાર્યક્રમ 
પીએમ મોદી ભુજમાં સવારે 10 કલાકે સ્મૃતિવન સ્મારકનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સવારે 11.00 કલાકે શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે અને સંબોધન કરશે. 

વડાપ્રધાન ભુજ જિલ્લામાં મેમોરિયલ વાન મેમોરિયલનું ઉદ્ઘાટન કરશે. તે લગભગ 470 એકર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે, જે 2001ના ભૂકંપ દરમિયાન જીવ ગુમાવનારા લગભગ 13,000 લોકોની યાદમાં બનાવવામાં આવ્યું હતું. આ સ્મારક ભૂકંપ દરમિયાન જીવ ગુમાવનારા લોકોના નામ ધરાવે છે.

વડાપ્રધાન ભુજમાં આશરે રૂ. 4400 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ સરદાર સરોવર પ્રોજેક્ટની કચ્છ શાખા નહેરનું ઉદ્ઘાટન કરશે. આ કેનાલ કચ્છ જિલ્લાના તમામ 948 ગામો અને દસ શહેરોને સિંચાઈની સુવિધા અને પીવાનું પાણી પૂરું પાડવામાં મદદ કરશે.

વડાપ્રધાન સરહદ ડેરીના નવા ઓટોમેટેડ મિલ્ક પ્રોસેસિંગ અને પેકિંગ પ્લાન્ટ, પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, ગાંધીધામ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર, અંજારમાં વીર બાલ સ્મારક, નખ્તરાના 2 સબસ્ટેશન વગેરે સહિત અન્ય અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાન ભુજ-ભીમાસર રોડ સહિત રૂ. 1500 કરોડથી વધુના ખર્ચના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગો'ના તાગડધિન્ના પર્દાફાશBZ Group Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા, વીડિયો થયો વાયરલJunagadh Temple Controversy: રાજકોટની ગોકુલ હૉસ્પિટલના પ્રવક્તાના નિવેદન પર ભાજપ નેતા ગીરીશ કોટેચાની પ્રતિક્રિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
શિયાળામાં ઈંડા ખાઓ છો તો સાવધાન, બજારમાં વેચાઈ રહ્યા છે નકલી ઈંડા, આ રીતે ઓળખો
શિયાળામાં ઈંડા ખાઓ છો તો સાવધાન, બજારમાં વેચાઈ રહ્યા છે નકલી ઈંડા, આ રીતે ઓળખો
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
Embed widget