અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું નામ બદલવાને લઈને આ સમિતિ મેદાને, અલ્પેશ કથીરિયાએ પણ આપ્યું સમર્થન
અમદાવાદના સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમનું જ્યારથી નામ બદલવામાં આવ્યું છે ત્યારથી વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસ સહિત અનેક રાજકીય પાર્ટીઓએ આ અંગે વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ હવે આ વિરોધને નવ વેગ મળ્યો છે.
સુરત: અમદાવાદના સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમનું જ્યારથી નામ બદલવામાં આવ્યું છે ત્યારથી વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસ સહિત અનેક રાજકીય પાર્ટીઓએ આ અંગે વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ હવે આ વિરોધને નવ વેગ મળ્યો છે. સરદાર સંકલ્પ આંદોલન સમિતિ મેદાનને ફરી સરદારનું નામ અપાવવા મેદાને આવી છે. યુગ પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના સન્માનને બચવા માટે "સરદાર સંકલ્પ આંદોલન સમિતિ" દ્વારા "સરદાર સન્માન સંકલ્પ યાત્રા" ની જાહેરાત કરવામાં આવી છે.
તો બીજી તરફ સુરત પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ પણ આ યાત્રાને પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સમર્થન આપવાની જાહેરાત કરી છે. "સરદાર સન્માન સંકલ્પ યાત્રા" તારીખ 12 જૂન 2022 ને રવિવાર ના રોજ બારડોલી સ્થિત સ્વરાજ આશ્રમથી નીકળીને તારીખ 13 જૂન 2022ને સોમવારના દિવસે અમદાવાદ મોટેરા સ્થિત સ્ટેડિયમ ખાતે પૂર્ણ થશે. જેને લઈને આ સમિતિએ તમામ ગુજરાતીઓને આ અભિયાનમાં જોડાવા માટે આહવાન કર્યું છે.
રાજકોટ: નૂપુર શર્માના નિવેદનને લઈને કવિ કુમાર વિશ્વાસે આપ્યું મોટું નિવેદન
રાજકોટ: બીજેપીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ મોહમ્મદ પયગંબર વિશે આપેલા વિવાદિત નિવેદનને કારણે દેશના અનેક વિસ્તારોમાં હાલ વિરોધ ચાલી રહ્યો છે. જેને લઈને હિંસાના પણ બનાવો સામે આવ્યા છે. દેશની બદલેલી સ્થિતિને લઈને અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે. આ કડીમાં હવે કવિ કુમાર વિશ્વાસનું નિવેદન પણ સામે આવ્યું છે. રાજકોટના મહેમાન બનેલા જાણીતા કવિ કુમાર વિશ્વાસે મંચ પરથી જાહેર જનતાને સંબોધન કર્યું હતું.
તેમણે કહ્યું, કોઈના ધર્મ કોઈની આસ્થાને ઠેસ પહોંચે તે પ્રકારે નિવેદન ન કરવું જોઈએ. જેમને પણ ટિપ્પણીઓ કરી છે હું તેમની સાથે નથી. ક્યારે બોલવું, કેવી રીતે બોલવું, કઈ જગ્યાએ બોલવું દરેકની એક રીત હોઈ છે. તમારા નિવેદનથી દેશનું નામ ગર્વથી લેવાવુ જોઈએ નહિ કે શર્મથી. નિવેદનથી કોઈની આસ્થાને ઠેસ પહોંચી હોઈ તો આપણા દેશમાં તેના માટે પણ એક કાનૂની પ્રક્રિયા છે. હાથમાં પથ્થર ઉઠાવવા વિરોધ પ્રદર્શિત કરવા તે અયોગ્ય છે. નોંધનિય છે કે, ગઈકાલે જુમ્માની નમાઝ બાદ દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન જોવા મળ્યા હતા. આજે પણ અનેક જગ્યાએ સ્થિતિ તંગ જોવા મળી રહી છે.
Prophet Muhammad Row: પેગમ્બર મોહમ્મદ (Prophet Muhammad) પર સસ્પેન્ડેડ ભાજપ નેતા નૂપુર શર્મા (Nupur Sharma) અને સસ્પેન્ડેડ નેતા નવિન જિંદાલ દ્વારા કરવામાં આવેલી ભડકાઉ ટિપ્પણીને વિરુદ્ધ આજે આખા દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. દિલ્હીની જામા મસ્જિદની બહાર મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યુ, તો વળી યુપીના પ્રયાગરાજમાં તો સ્થિતિ બેકાબુ થઇ ગઇ. ઝારખંડના રાંચીમાં આ દરમિયાન હિંસા પણ થઇ, અને કેટલાય વાહનોને આગ લગાવવામાં આવી. કોલકત્તા, હૈદરાબાદ, મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ અને બિહારમાં પણ કેટલીય જગ્યાએ વિરોધ પ્રદર્શન થયુ.