પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાની પોલીસે કરી અટકાયત, જાણો શું છે મામલો
સરદાર સન્માન સંકલ્પ યાત્રા શરૂ થાય તે પહેલા જ પોલીસ એક્શનમાં આવી છે અને અલ્પેશ કથીરિયા સહિત અનેક આગેવાનોની અટકાયત કરી છે. પોલીસનું કહેવું છે કે, આ યાત્રા માટે પોલીસ પરમિશન ના હોવાથી અટકાયત કરાય છે.
Sardar Sanman Sankalp Yatra: સરદાર સન્માન સંકલ્પ યાત્રા શરૂ થાય તે પહેલા જ પોલીસ એક્શનમાં આવી છે અને અલ્પેશ કથીરિયા સહિત અનેક આગેવાનોની અટકાયત કરી છે. પોલીસનું કહેવું છે કે, આ યાત્રા માટે પોલીસ પરમિશન ના હોવાથી અટકાયત કરાય છે. તો બીજી તરફ પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાની માંગ છે કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ ફરી સરદાર પટેલ સ્ટેડિયમ રાખવામાં આવે. ઐતિહાસિક નામો કાઢીને આ નામ રાખવું યોગ્ય નથી.
નોંધનિય છે કે, બારડોલીથી આ યાત્રાની શરૂઆત કરી અલગ અલગ જિલ્લામાં જવાની હતી.પ્રશાસન તરફ થી મંજરી આપવામાં નથી આવી તેના કારણે લોકોને ડિટેન કરવામાં આવી રહ્યા છે. યાત્રાનું પ્રસ્થાન થાય તે પહેલા જ પોલીસે આગેવાનોની અટકાયત કરતા યાત્રા યોજી શકાય નથી. નોંધનિય છે કે, મોટેરા સ્ટેડિયમનું નામ પહેલા સરદાર સાહેબ સાથે જોડાયેલ હતું, હવે સરદાર સાહેબનું નામ કાઢીને નરેન્દ્ર મોદીનું નામ આપવામાં આવતા વિવાદ શરૂ થયો છે. આ અંગે અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, દેશમાં વડાપ્રધાનનું કદ છે તેમાં અમને વાંધો નથી. પરંતુ ઐતિહાસિક વિરાસતમાં જે નામ છે તે નામ કાઢીને જોડવું તે અયોગ્ય છે. આનાથી પણ મોટું સ્ટેડિયમ બનાવીને તે સ્ટેડિયમને પીએમ મોદીનું નામ આપે તો વાંધો નથી. ઐતિહાસિક ધરોહર અને વ્યક્તિઓને કાઢી પોતાનું નામ નાખવું એ અયોગ્ય છે. સ્ટેડિયમને સરદાર સાહેબ નામ આપવામાં આવે તે અમારી માંગ છે.
તો આ અંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી કોંગ્રેસી દિગ્ગજ નેતા તૃષાર ચૌધરીએ પણ આ યાત્રા મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આઝાદીની શરૂઆત બારડોલી સત્યાગ્રહથી આજથી જ થઈ હતી. મોટેરા સ્ટેડિયમનું નામ બદલ્યું છે તેનું ગૌરવ પાછું મેળવાનું યાત્રાનું ઉદેશ્ય છે. રાજકીય દબાણ હેઠળ તંત્રએ લોકો અટકાયત કરી છે. ધાક ધમકી જોર જુલમથી યાત્રા ન નીકળે તે માટે આયોજન થયું છે. કોંગ્રેસ પક્ષ તરફથી અમને યાત્રાના પ્રસ્થાનમાં ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું. પોલીસે ડરનો માહોલ ઉભો કર્યો છે.
ગુજરાતના આ શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, બે કોમ વચ્ચે પથ્થરમારો, પોલીસના ધાડેધાડા ઉતર્યા
આણંદ: બોરસદ શહેરમાં રાત્રિ દરમ્યાન ભારે પથ્થરમારો થતા વાતાવરણ તંગ બન્યું હતું. શહેરના બ્રાહ્મણવાળા વિસ્તારમાં બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો. સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે 50 જેટલા ટિયરગેસ છોડ્યા હતા. આ ઉપરાંત 30 જેટલી રબર બુલેટનું ફાયરિંગ પણ કર્યું હતું. આ પથ્થરમારામાં 4 વ્યક્તિને ઇજા પહોંચી છે, જેમાં એક પોલીસ કર્મી પણ સામેલ છે. એક વ્યક્તિને પેટમાં છરી વાગતા ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત પોલીસને બરોડા સારવાર માટે ખસેડાયો છે.