શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા રેલવે સ્ટેશન પરિસરમાં મંત્રી, સાંસદ, ધારાસભ્યો સહિત આ લોકો પર લગાવી દેવાયો પ્રતિબંધ? જાણો
સમગ્ર ગુજરાતમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જોકે આજે લોકડાઉનનો છેલ્લો દિવસ છે. ત્યારે સુરત શહેરમાંથી મોટા સમાચાર સામે આવ્યાં છે.
સમગ્ર ગુજરાતમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જોકે આજે લોકડાઉનનો છેલ્લો દિવસ છે. ત્યારે સુરત શહેરમાંથી મોટા સમાચાર સામે આવ્યાં છે. સુરત રેલવે સ્ટેશન પરિસરમાં રાજકીય વ્યક્તિ અને મીડિયા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સુરત રેલવે સ્ટેશન હાલ શ્રમિકો રેલ દ્વારા પોતાના વતન જઈ રહ્યા છે જેના કારણે ભીડ જોવા મળી રહી છે.
સુરત રેલવે સ્ટેશન પર થોડા દિવસ પહેલા ભાજપ અને કોંગ્રેસના નેતાઓના કારણે વિવાદ સર્જાયો હતો જેના કારણે રેલવે સ્ટેશનના પરિસરમાં રાજકીય વ્યક્તિ અને મીડિયા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
મંત્રી, સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટર, મેયર, પત્રકારો સહિત રાજકીય પક્ષો સાથે સંકળાયેલા તમામ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement