
Surat News: બાળકને મોબાઇલ જોવા આપતા પહેલાં વાંચી લો આ સમાચાર, સુરતમાં 6 વર્ષનું બાળક સિક્કો ગળી ગયું ને પછી....
Surat News: બાળકની માતા સંગીતા દેવીએ કહ્યું કે, મારું બાળક છ વર્ષનું છે. મોબાઈલ જોતો હતો સાથે મોંમા સિક્કો રાખ્યો હતો.

Latest Surat News: સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી (res signal case or parents in surat) સમાન કિસ્સો સામે આવ્યો છે. મોબાઈલ (mobile watching) જોતું 6 વર્ષનું બાળક મોઢામાં સિક્કો (coin) નાખીને રમતું હતું. આ દરમિયાન અચાનક જ સિક્કો ગળી જતા શ્વાસ સહીતની તકલીફો થઇ હતી. જેથી સિવિલ હોસ્પિટલ (civil hospital) ખસેડાતા ઓપરેશન કરવાની ફરજ પડી હતી.
સુરતમાં મોબાઈલ જોતું બાળક મોંમા રાખેલો સિક્કો ગળી ગયો
હાલ ઉનાળું વેકેશન (summer vacation) ચાલી રહ્યું છે ત્યારે બાળકોને મનોરંજન (entertainment) માટે અવનવી રમતો વાલીઓ દ્વારા રમવા માટે અપાતી હોય છે. પરંતુ ઘણા વાલીઓ બાળકોના ટાઈમપાસ (timepass) માટે મોબાઈલ (mobile) પકડાવી દેતા હોય છે. ત્યારે મોબાઈલમાં રમતા અને વીડિયો (watch video) જોતા બાળકોની ખાસ તકેદારી રાખવા પ્રેરે તેવો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતમાં મોબાઈલ જોતું બાળક મોંમા રાખેલો સિક્કો ગળી ગયો હતો. જેથી શ્વાસ સહિતની તકલીફ થતાં માતા પિતા હોસ્પિટલ દોડી આવ્યા હતાં.
માતાએ શું કહ્યું
બાળકની માતા સંગીતા દેવીએ કહ્યું કે, મારું બાળક છ વર્ષનું છે. મોબાઈલ જોતો હતો સાથે મોંમા સિક્કો રાખ્યો હતો. જે ગળી ગયો હતો. સૌ પ્રથમ તેને તકલીફ થતાં અમે નજીકના દવાખાને લઈ ગયા હતાં. પરંતુ તબીબોએ કહ્યું કે, તેને સિવિલ લઈ જાઓ. એટલે અમે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતાં. અહિં તેનો એક્સ રે કરીને સિક્કો બહાર કાઢવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
એક્સ રેમાં જોવા મળ્યો સિક્કો
બાળકને ઈમર્જન્સીમાં લાવવામાં આવ્યું હતું. તાત્કાલિક તેનો એક્સરે કરવામાં આવ્યો હતો. જેમાં બાળકના ફેફસાં વચ્ચેની નળીમાં સિક્કો દેખાયો હતો. જેથી તાત્કાલિક તેને ઓપરેશનમાં લેવામાં આવ્યો છે. ઓપરેશન બાદ સિક્કો સલામત રીતે બહાર કાઢવામાં આવે તેવા પ્રયાસો હાલ તબીબી ટીમ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. જો કે, બાળકોને સિક્કા કે મોબાઈલ આપતાં પહેલા દરેક માતાપિતાએ સાવધાની દાખવવી જોઈએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી

