Surat: સરકારી ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી,પોલીસે 3 આરોપીની ધરપકડ કરી
રાંદેરમાં હનુમાન ટેકરી પાસે શંકાના આધારે પોલીસે ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખેલી બોલેરો અને સ્વિફ્ટ કાર રોકી તલાશી લેતા તેમાંથી 25 હજારની કિંમતનો દારૂ મળી આવ્યો હતો.
સુરત: સુરતમાં સરકારી ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. 25 હજારની કિંમતના દારૂ સાથે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. રાંદેરમાં હનુમાન ટેકરી પાસે શંકાના આધારે પોલીસે ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખેલી બોલેરો અને સ્વિફ્ટ કાર રોકી તલાશી લેતા તેમાંથી 25 હજારની કિંમતનો દારૂ મળી આવ્યો હતો.
બંને ગાડીનો ઉપયોગ એડિશનલ કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસર કરતા હતા. સરકારી ગાડીમાં દારૂની હેરાફેરી કરનારા આઉટ સોર્સિંગથી કામ કરતા ડ્રાઈવરો જ હતા. ગાડીને રિપેરિંગમાં મૂકવાનું કહીને તેઓ દમણથી દારૂનો જથ્થો લાવતા અને સુરતમાં સપ્લાય કરતા હતા. જોકે, દારૂનો જથ્થો કોને આપવાના હતા તેની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
પોલીસે સરકારી ગાડીમાં દારુની હેરાફેરી મામલે 3 આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂપિયા 25,900 વિદેશી દારુના જથ્થા સહિત કુલ 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કોંગ્રેસમાં ફરી આંતરિક વિરોધ સપાટી પર, જાણો લલિત વસોયા અને કિરિટ પટેલે ક્યાં મુદ્દે વ્યક્ત કરી નારાજગી
પ્રદેશ કોંગ્રેસ પ્રત્યે ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યની નારાજગી ફરી એકવાર સામે આવી છે. ધોરાજી બેઠકના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે આ મુદ્દે મોન તોડતા મીડિયા સમક્ષ પાર્ટી સાથેની નારાજગીના મુદ્દા વ્યક્ત કર્યાં હતા. આ કારણે પ્રદેશ પાર્ટીમાં વિવાદ સપાટી પર જોવા મળ્યો છે.
પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે પાર્ટીની કાર્ય પ્રણાલી પર સવાલ ઉઠાવ્યાં છે. કિરિટ પટેલે જણાવ્યું કે, પાર્ટીની કાર્ય પદ્ધતિ જો નહી સુધરે તો કોઇ નવો નિર્ણય મક્કમ પણે લેવો પડશે. પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે જણાવ્યું કે,પક્ષ વિરોધી કામ કરતાં લોકો સામે પગલા લેવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઇ પગલા ન લેવાતા પક્ષની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરી હતી.
લલિત વસોયાએ એબીપી અસ્મિતા સમક્ષ વાત કરતા જણાવ્યું કે, કોંગ્રેસ સંગઠન સામેની નારાજગીના મુદ્દે વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કેટલાક મુદ્દા છે. જે કોગ્રેસ હાઇકમાન્ડ સુધી પહોંચવા જોઇએ. આ મુદ્દે લલિત વસોયાએ જણાવ્યું હતું કે, , સંગઠન મજબુત નથી, કાર્યકરોની વાત સંગઠન કે હાઇકમાન્ડ સુઘી પહોંચતી નથી. કોઇ સાંભળતુ નથી અને લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે હવે સક્રિય થવાની જરુર છે.