શોધખોળ કરો

Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 

ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. લાંબા વિરામ બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • લાંબા વિરામ બાદ ગુજરાતમાં વરસાદી માહોલ ફરી જામ્યો.
  • વલસાડ, તાપી, સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ.
  • વરસાદથી ખેડૂતોમાં ઉત્સાહ, ડાંગર પાકને મોટો લાભ થશે.

Gujarat Rain: ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. લાંબા વિરામ બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.  દક્ષિણ ગુજરાતમાં એક અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ જિલ્લાના પારડીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જ્યારે વલસાડ, વાપી, તાપી, સુરત અને નવસારી જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં નોંધાયા હતા. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં નવી આશા જાગી છે. ખાસ કરીને ડાંગરના પાક માટે આ વરસાદ અત્યંત લાભદાયી માનવામાં આવી રહ્યો છે.

પારડીમાં ધોધમાર વરસાદ, વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ

વલસાડ જિલ્લાના પારડીમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણ ખુશનુમા બન્યું હતું. ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોને વરસાદથી રાહત મળી હતી. વાપી પંથકમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોરે પડેલા વરસાદી ઝાપટાં બાદ સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. એક અઠવાડિયાના વિરામ બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

ડાંગરના પાક માટે વરસાદ બન્યો આશીર્વાદ

ખેડૂતોના જણાવ્યા મુજબ હાલનો વરસાદ ડાંગરના પાક માટે કાચા સોના સમાન સાબિત થશે. વરસાદને કારણે ખેતરોમાં પૂરતો ભેજ મળતાં પાકના વિકાસને વેગ મળશે અને આગામી દિવસોમાં ઉત્પાદન સારું રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તાપી જિલ્લાના વાલોડમાં પણ મેઘમહેર

તાપી જિલ્લાના વાલોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદને કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદથી ચોમાસાની ખેતીને નવી તાકાત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

સુરત અને નવસારી જિલ્લામાં પણ વરસાદની શરૂઆત

વલસાડ અને તાપી ઉપરાંત સુરત અને નવસારી જિલ્લામાં પણ વરસાદ શરૂ થતાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. હવામાનમાં આવેલા બદલાવથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે, જ્યારે ખેડૂતો હવે આગામી દિવસોમાં વધુ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.      

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget