શોધખોળ કરો

Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથકમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર થઈ છે.   રાજકોટ શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજકોટમાં ૮ દિવસ બાદ વરસાદ, શહેર-ગ્રામ્યમાં ખુશી.
  • યુનિવર્સિટી રોડ પર વૃક્ષ પડતા વાહનોને નુકસાન.
  • સ્થાનિક તંત્રએ તાત્કાલિક કામગીરી કરી.

રાજકોટ: રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથકમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર થઈ છે.   રાજકોટ શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. અષાઢી બીજના આગલા દિવસે પડેલા વરસાદથી શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. બીજી તરફ યુનિવર્સિટી રોડ પર સામાન્ય વરસાદ દરમિયાન એક વૃક્ષ ધરાશાયી થતાં અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું, જેના પગલે સ્થાનિક તંત્ર અને પીજીવીસીએલની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી.

રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદથી ઠંડક પ્રસરી

રાજકોટ શહેરમાં રેસકોર્સ રિંગ રોડ, યાજ્ઞિક રોડ, 150 ફૂટ રિંગ રોડ, ગોંડલ રોડ,  જ્યુબેલી વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા આઠ દિવસથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ અષાઢી બીજના આગલા દિવસે ફરી મેઘરાજાએ એન્ટ્રી કરતાં લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી.

ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો

રાજકોટ શહેરની સાથે સાથે રાજકોટ જિલ્લાના મેટોડા, મેટોડા GIDC, ખીરસરા, વડ વાજડી, વાગુદડ તેમજ કાલાવડ હાઈવે આસપાસના વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે  ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. આગામી વાવેતર માટે પણ વરસાદ લાભદાયી બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

યુનિવર્સિટી રોડ પર વૃક્ષ ધરાશાયી

રાજકોટ શહેરમાં વરસેલા વરસાદ દરમિયાન રાજકોટના યુનિવર્સિટી રોડ પર એક મોટું વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. વૃક્ષ નીચે પાર્ક કરાયેલા અને પસાર થઈ રહેલા કેટલાક વાહનો દબાઈ ગયા હતા, જેના કારણે વાહનોને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું હતું. જોકે, ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ મળ્યા નથી.

આ પણ વાંચો- Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

તંત્ર અને પીજીવીસીએલની તાત્કાલિક કામગીરી

વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્રની ટીમ સ્થળ પર પહોંચી હતી અને રસ્તા પર પડેલું વૃક્ષ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. સાથે જ પીજીવીસીએલની ટીમ પણ સ્થળ પર પહોંચી વીજ પુરવઠાને અસર ન થાય તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સામાન્ય વરસાદમાં જ વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાએ શહેરમાં વૃક્ષોની જાળવણી અને નિયમિત ચકાસણી અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક લોકોનું માનવું છે કે વરસાદી સિઝન પહેલાં જોખમી વૃક્ષોની ઓળખ કરી સમયસર યોગ્ય પગલાં લેવાં જરૂરી છે, જેથી આવી ઘટનાઓને ટાળી શકાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Advertisement

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Embed widget