શોધખોળ કરો
સુરતમાં ASI પ્રકાશ પાટિલ પાસેથી મળી આવી 800 ગણી વધારે સંપતિ, વરેલી લઠ્ઠાકાંડમાં ઉછળ્યું હતું નામ

સુરત: સુરતમાં ASI પ્રકાશ પાટીલ પાસેથી 800 ગણી વધારે સંપતિ મળી આવી છે. ASI પ્રકાશ પાટિલ સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના 20 દિવસના અહેવાલમાં ASI પાસેથી 800 ઘણી વધારે સંપતિ બહાર આવી છે. આ અગાઉ પ્રાથમિક તપાસમાં 284 ટકા સંપતિ બહાર આવી હતી. સુરતના કડોદરા ASI પ્રકાશ પાટિલ ની સંપત્તિનો મામલો સામે આવ્યો છે. વરેલી લઠ્ઠા કાંડમાં પ્રકાશ પાટિલનું નામ ઉછળ્યું હતું. ત્યારબાદ ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા. ASI પ્રકાશ રઘુનાથ પાટિલની મિલકતો 800 % જેટલી આવક કરતા વધારે બહાર આવી છે. જલારામ સોસાયટી ડૂંભાલ પ્લોટ ન : 71 , જગદિમ્બિકા એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર દુકાન ન : 07 , પલસાણા બ્લોક ન : 510 પેકી 1 , પલસાણા બ્લોક ન : 510 બી , પલસાણા બ્લોક ન : 508 પ્લોટ ન : 18 , 19 , 20 , 21 , 22 , 23 , 24 અને 25 , જલારામ સોસાયટી પ્લોટ ન : 70 , આદર્શ બઁગ્લોઝ પલસાણા બ્લોક ન : 145 બ , પ્લોટ ન: 17 , 18 , 19 , શિવવર્ધાન સોસાયટી પ્રવટ ગામ ઇન્ડસ્ટ્રિયલ પ્લોટ ન : 524 , ફ્લેર લેબ્સ પલસાણામાં ભાગીદાર , S R P કેમિકલ્સ પલસાણામાં ભાગીદાર , વાંકડ પૂના મહારાષ્ટ્રમાં ફ્લેટ , માત્ર 20 દિવસની તપાસમાં બહાર આવ્યું છે , છેલ્લા 4 વર્ષ દરમિયાન રૂ 81 લાખ ખર્ચ કર્યા છે. પ્રકાશ પાટિલ અપરણિત હોવા છતાં આટલો ખર્ચ તપાસમાં બહાર આવ્યો છે હજુ આ આંકડો વધવાની શક્યતા છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















