શોધખોળ કરો

Surat Corona Cases: વધુ એક મહિલા કોર્પોરેટર આવ્યા કોરોનાની ઝપેટમાં, જાણો કેવી રીતે લાગ્યો ચેપ ?

Surat Corona Cases Update: સુરતના વોર્ડ નં 15 કરંજ-મગોબના કોર્પોરેટર મનીષા આહીરનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓ હોમ આઈસોલેટ થઈ ગયા છે. તેઓ કોરોનાની સેવાકીય કામગીરી દરમિયાન અન્યના સંપર્કમાં આવતા પોઝિટિવ થયાની આશંકા છે.

સુરતઃ રાજ્યમાં કોરોનાએ  (Gujarat Corona Cases) રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. રોજબરોજ કોરોનાને કેસ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. જેમાં  અમદાવાદ અને સુરતની હાલત અત્યંત ખરાબ છે.  આ દરમિયાન સુરતના વધુ એક મહિલા કોર્પોરેટર કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સુરતના વોર્ડ નં 15 કરંજ-મગોબના કોર્પોરેટર મનીષા આહીરનો (Manisha Ahir) રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓ હોમ આઈસોલેટ થઈ ગયા છે. તેઓ કોરોનાની સેવાકીય કામગીરી દરમિયાન અન્યના સંપર્કમાં આવતા પોઝિટિવ થયાની આશંકા છે.

મેયર સહિત કોણ કોણ આવ્યું કોરોનાની ઝપેટમાં

સુરતના મેયર હેમાલી બોઘાવાલા (Surat Mayor Hemali Boghawala) ઉપરાંત ભાજપના કોર્પોરેટર્સ રાજન પટેલ, હિમાંશુ રાઉલજી, ગૌરી સાપરિયા અને મનીષા મહાત્માના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના નગર સેવક કે.કે ધામી પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેઓ વોર્ડ નંબર ૫ ના નગર સેવક છે. સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ (Surat Corona Cases) અંકુશમાં આવવાનું નામ નથી લઈ રહ્યું. આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રયાસો કરવા છતાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે.

સુરતમાં ફરી લાગશે લોકડાઉન?

સુરત શહેરમાં કોરોના કહેર (Surat Corona Cases) વર્તાઈ રહ્યો છે અને કોરોનાના કેસો વધતાં મુખ્ય રસ્તા પરની કેટલીક  શેરીઓ વાંસ અને પતરાં ઠોકીને બંધ કરાતાં લોકોમાં ભારે ફફડાટ છે. આ રીતે મુખ્ય રસ્તા વાંસ-પતરાં ઠોકીને બંધ કરાવા માંડતાં શહેરમાં ફરી લોકડાઉન લદાશે કે શું એવી ચર્ચા પણ શરૂ થઈ છે.

ક્યાં લગાડ્યા પતરાં

સુરતમાં હાલમાં મહિધરપુરા હીરાબજારની શેરીઓ નિયંત્રિત કરાઇ છે અને મોટીશેરી (Moti Sheri), ભૂતશેરી (Bhoot Sheri), નાગરશેરી (Nagar Sheri), મણિયારાશેરી, વાણીયા શેરી બંધ કરી દેવાઈ છે. આ ઉપરાંત ગલે મંડી, મોટી શેરી, ગુંદી શેરીનાં નાકાં પણ બંધ કરાયા છે. આ તમામ શેરીઓ વાંસ, પતરા ઠોકીને બંધ કરી દેવાઈ છે. શહેરમાં મુખ્ય રસ્તા પરની 8થી વધુ શેરી બંધ કરી દેવાતાં શહેરમાં લોકડાઉનની (Lockdown) તૈયારીઓ શરૂ કરાઈ છે કે શું એવી ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ શહેરમાં તાવના દર્દીની સંખ્યા વધી અને  નજીકની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. દર્દીઓ વધતા લોકોમાં ગભરાટનો માહોલ છે.

સુરતમાં કોરોનાના નવા 687 કેસ નોંધાયા છે અને  વધુ પાંચના સત્તાવાર મોત રીતે મોત થયું હોવાની જાહેરાત કરાતાં  મૃત્યુઆંક 1188 પર પહોંચ્યો છે. સુરત  સિટીમાં કોરોનાના 526 અને ગ્રામ્યમાં 161 કેસ નવા નોંધાતાં કુલ કેસનો આંક 67,141 પર પહોંચ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
Embed widget