શોધખોળ કરો

સુરતની કઈ સોસાયટીમાં કોરોનાના કેસો આવતાં ગરબા કરી દેવાયા બંધ? મનપાએ મારી દીધું સીલ

પાલનપોરની રહેણાંક સોસાયટીમાં કોરોના કેસ મળતા નવરાત્રી બંધ કરાવાઈ છે. મનપાએ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી તેનો અમલ કરવા પોલીસને જાણ કરી હતી. જોકે, લોકોએ અન્ય વિંગમાં નવરાત્રી ચાલુ રાખવા માંગ કરી હતી. 

સુરતઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતાં આ વખતે શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. સરકાર દ્વારા 400 લોકોની મર્યાદામાં કોરોનાની ગાઇડલાઇન સાથે ગરબા રમવાની મંજૂરી આપી છે. જોકે, સુરત કોર્પોરેશન દ્વારા જે વિસ્તારોમાં કોરોનાના કેસો આવ્યા છે, ત્યાં ગરબા રમવાની મંજૂરી આપી નથી. ત્યારે સુરતમાં પાલનપોરની રહેણાંક સોસાયટીમાં કોરોના કેસ મળતા નવરાત્રી બંધ કરાવાઈ છે. મનપાએ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી તેનો અમલ કરવા પોલીસને જાણ કરી હતી. જોકે, લોકોએ અન્ય વિંગમાં નવરાત્રી ચાલુ રાખવા માંગ કરી હતી. 

ગુજરાતમાં કોરોનાના નવા 21  કેસ નોંધાયા છે. તો બીજી તરફ  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,890 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ  મોત થયું નથી જે રાહતના સમાચાર છે.   આજે  3,74,745 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 186 કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 178 નાગરિકો સ્ટેબલ છે. 8,15,890 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10086 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 6, નવસારી 3, સુરત 3, જૂનાગઢ 2,  સુરત કોર્પોરેશનમાં 2, ખેડા 2, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરા 1, વડોદારા કોર્પોરેશન 1 અને વલસાડમાં 1  કેસ નોંધાયો છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 20 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 4829  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 34777 નાગરિકોને રસીનો પ્રથમ અને 73156 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 106631 નાગરિકોને રસીનો પ્રથમ અને 155332 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,74,745 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,54,01,063 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

અમદવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર,  જામનગર કોર્પોરેશન,  જૂનાગઢ કોર્પોરેશન,  કચ્છ, મહીસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને તાપીમાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Meerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલSurendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gold Shopping Time: ખરીદી કરતા પહેલા જાણી લો સોનું કેટલું સસ્તું થયું, કિંમત જાણ્યા બાદ કરો નિર્ણય
Gold Shopping Time: ખરીદી કરતા પહેલા જાણી લો સોનું કેટલું સસ્તું થયું, કિંમત જાણ્યા બાદ કરો નિર્ણય 
Embed widget