Surat : સ્પામાં યુવક લલના સાથે માણી રહ્યો હતો શરીરસુખ ને પોલીસ ત્રાટકી....
અડાજણ ભૂલકા ભવન સ્કૂલ સામે મિલેનિયમ આર્કડ લક્કી સ્પાના નામે છેલ્લા બે મહિનાથી પ્રોસ્ટિટ્યૂટ રેકેટ ધમધમકી રહ્યું હતું. સ્પાના સંચાલક આલમ અનીસાર ગાઝી યુવતીઓ બોલાવી પ્રોસ્ટિટ્યુટ રેકેટ ચલાવતો હતો.
સુરત: ફરી એકવાર શહેરમાં સ્પાની આડમાં ચાલતા પ્રોસ્ટિટ્યૂટ રેકેટનો પર્દાફાશ થયો છે. ગ્રાહકો પાસેથી પૈસા લઈને લલનાઓ સાથે શરીરસુખ માણવા દેવાતું હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેડ કરતાં સ્પામાં અફરા-તફરી મચી ગઈ હતી. પોલીસે રેડ કરીને ત્રણ યુવતીઓને મુક્ત કરાવી છે, જ્યારે સંચાલક અને ગ્રાહકની ધરપકડ કરી છે.
આ અંગેની મળતી વિગતો પ્રમાણે, અડાજણ ભૂલકા ભવન સ્કૂલ સામે મિલેનિયમ આર્કડ લક્કી સ્પાના નામે છેલ્લા બે મહિનાથી પ્રોસ્ટિટ્યૂટ રેકેટ ધમધમકી રહ્યું હતું. સ્પાના સંચાલક આલમ અનીસાર ગાઝી યુવતીઓ બોલાવી પ્રોસ્ટિટ્યુટ રેકેટ ચલાવતો હતો. ગ્રાહકોને યુવતીઓ સાથે શરીરસુખ માણવાની ઓફર કરાતી હતી તેમજ તેમની પાસેથી પૈસા લઈને યુવતીઓ સાથે સ્પામાં જ શરીરસુખ માણવા દેતો હતો.
આ અંગે બાતમી મળતા ગઈ કાલે રાતે ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેડ કરતાં 3 યુવતીઓ, એક ગ્રાહક અને સંચાલક મળી આવ્યા હતા. ત્રણેય યુવતીઓને મુક્ત કરાવી સંચાલક અને ગ્રાહકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 2 ભાગીદાર ફરાર થતા પોલીસે શોધખોળ આરંભી છે. સ્પાના માલિક અનવર ઉર્ફે મન ગોરામી અને પાર્ટનર રાજુ બંગાળીને વોન્ટેડ જાહેર કર્યા છે.
Surat : ભત્રીજીની નજર સામે જ કાકાએ ભાભીની પેટમાં છરીના ઘા મારીને કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો
સુરત: ગોડાદરા વિસ્તારમાં ખૂદ દિયરે સગી ભાભીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. કાકાએ ભત્રીજીની નજર સામે જ પોતાની ભાભીની પેટમાં છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. એટલું જ નહીં, હત્યા પછી દિયર જાતે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો અને હત્યા કર્યાની કબૂલાત કરી લીધી હતી. બીજી તરફ માતાની હત્યા થઈ જતાં દીકરીએ પિતાને જાણ કરતાં નાના ભાઈની હરકત જાણીને મોટા ભાઈ પણ હચમચી ગયા હતા. પોલીસે આરોપી હરિરામ પટેલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, સુરતના ગોડાદરા વિસ્તારમાં અલગ રહેવાની જીદ કરી દિયરે ભાભીને રહેંસી નાખી છે. હત્યા કરી જાતે પોલીસ સામે હાજર થયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ગોડાદરા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના ઝાલોરના પીપરલાકી ગામનો વતની 47 વર્ષ જેઠારામ જીવારામ પટેલ હાલ ગોડાદરાની ચામુંડા રેસિડેન્સીમાં રહે છે. પરિવારમાં 46 વર્ષીય પત્ની અગ્રાબેન ઉપરાંત ત્રણ દીકરીઓ અને એક દીકરો ઉપરાંત 38 વર્ષીય નાનો ભાઈ હરિરામ છે.
જેઠારામ ભાભી સાથે લિંબાયતના કુબેરનગરમાં કરિયાણાની દુકાન ચલાવે છે. હરિરામનો પરિવાર વતન રહે છે. છેલ્લા અઠવાડિયાથી હરિરામ અલગ ધંધો કરવાનું કહેતો હતો. સાથે ભાઈ જે મકાનમાં રહે છે તે મકાનમાં ઉપર અલગથી રહેવા માંગતો હતો. જેઠારામ અને તેના પત્ની હરિરામને સાથે રહેવા કહેતા હતા. જેથી તેમની વચ્ચે ઝગડાઓ થતા હતા.
હરિરામને એમ હતું કે ભાભી અને ભાઈ તેની વાત માનતા નથી. મંગળવારે સવારે અગ્રાબેન ઘરેથી દુધ લેવા ગઇ હતી. જેઠારામ નાહવા ગયો હતો. હરિરામ ઘરમાં સોફા પર બેસેલો હતો. અગ્રાબેન દૂધ લઈને રસોડામાં ગઇ ત્યારે હરિરામે ભત્રીજી ભાવનાની સામે ભાભીના પેટમાં તેમજ શરીરના અલગ-અલગ ભાગે ચપ્પુના ઘા મારી નાસી ગયો હતો. ભાવનાએ પિતાને જાણ કરી હતી. અગ્રાબેનને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઇ હતી. ડોક્ટરે ત્યાં તેમને મૃત જાહેર કરી હતી. બીજી તરફ હરિરામે પોતે ગોડાદરા પોલીસ સ્ટેશને પહોંચી જઇને પોલીસને કહ્યું કે તેણે પોતાની ભાભીને મારી નાખી છે. જેઠારામે આરોપી હરિરામ વિરુદ્ધ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે.