શોધખોળ કરો

સુરતી પરિવાર બાધા પૂરી કરવા નવદંપતિને લઈને મહુવા ગયો, અંબિકા નદીમાં નહાવા ગયા ને 5 સભ્યો ડૂબ્યા, બે  મૃતદેહ મળ્યા, 3 લાપત્તા

સુરત ખાતે રહેતા આરીફશા સલીમશા ફકીર કાપડ માર્કેટમાં નોકરી કરતો હતો. તેમના લગ્ન એક મહિના પહેલા જ સમીમબી આરીફશા ફકીર સાથે થયા હતા. પરિવારે પુત્રના લગ્નની જોરાવર પીરબાવાની દરગાહની મન્નત માંગી હતી.

સુરતઃ મહુવાના કુમકોતર સ્થિત જોરાવર પીરબાવાના દરગાહની મન્નત પૂરી કરવા ગયેલા પરિવારના પાંચ સભ્યો નદીમાં ડૂબી જતાં હાહાકાર મચી ગયો હતો. ડુબેલા પાંચ સભ્યોમાંથી બેની લાશ મળી આવી છે, જ્યારે ત્રણ હજુ લાપતા છે. દીકરાના એક જ મહિના પહેલા લગ્ન થયા હોવાથી પરિવાર મન્નત પૂરી કરવા માટે આવ્યો હતો. મન્નત ચઢાવી નવ દંપતી સહિત પરિવાર નદીમાં ન્હાઇ રહ્યો હતો, ત્યારે આ દુર્ઘટના ઘટની હતી. જેને કારણે આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હવે પરિવારમાં 2 ભાઈ, પિતા અને બાળકો રહી ગયા છે. પરિવાર દ્વારા લેવાયેલી છેલ્લી તસવીરો પણ સામે આવી છે. 

મંગળવારે બપોરે સુરતના લીંબાયત ખાતે રહેતા આરીફશા સલીમશા ફકીર કાપડ માર્કેટમાં નોકરી કરતો હતો. તેમના લગ્ન એક મહિના પહેલા જ સમીમબી આરીફશા ફકીર સાથે થયા હતા. પરિવારે પુત્રના લગ્નની જોરાવર પીરબાવાની દરગાહની મન્નત માંગી હતી. જે મન્નત પુરી કરવા માટે રિક્ષામાં મહુવાના કુમકોતર ખાતે પરિવાર સાથે આવ્યા હતા. દરગાહ પર મન્નત ચઢાવીને નવદંપતી સહિત પરિવારના 10 સભ્યો દરગાહ નજીક અંબિકા નદીમાં નહાવા માટે ગયા હતા.

જોકે, નદીના પાણીમાં નવદંપતિ સહિત પરિવારના 5 સભ્યો ગરક થઈ ગયા હતા. આ નવદંપતિની પાણીમાં રાત્રે શોધ ખોળ કરવા છતાં ભાળ મળી નથી. આ ઘટનાની જાણ થતાં પિતા અને ભાઈ સુરતથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પરિવારના પાંચ સભ્યો ડૂબી જતાં તેમના આક્રંદથી સ્થાનિકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

યુવાન આરીફશા સલીમશા ફકીર નદીના ઉંડા પાણીમાં ડૂબવા લાગતાં દીકરાને ડૂબતો જોતા માતા રૂક્ષાનાબી સલીમશા ફકીર બચાવવા જતા તે પણ ડુબ્યા હતા. જેથી પત્ની સમીમબી આરીફશા ફકીર બચાવવાની કોશિશ કરી હતી, તે પણ ડૂબવા લાગ્યા હતા. આ સમયે અન્ય હાજર યુવકની 2 ભાભી પરવીનબી જાવીદશા ફકીર અને રૂકસારની જાકુરશા ફકીર પણ બચાવવા જતા ઉંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા. આમ,  પરિવારના 5 સભ્યો પાણીમાં ગરક થયા હતા. 

બહાર બાળકો અને ભાઈ જાવીદશા સલીમશા ફકીર જે નદીમાં નહાવા પડ્યા ન હતા. તેમણે બુમાબુમ કરી હતી. પરંતુ ત્યાં કોઈ હાજર ન હોવાથી 4 મહિલા અને 1 યુવક ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. સ્થાનિક અને ફાયરની મદદથી રૂક્ષાનાબી સલીમશા ફકીર (ઉં.વ. 55) અને પરવીનબી જાવીદશા ફકીર (ઉં.વ.30)નો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય 3ની શોધખોળ કરવા છતાં ભાળ મળી ન હતી.

મૃતકના નામ
રૂક્ષાનાબી સલીમશા ફકીર(ઉં.વ.55)
પરવીનબી જાવીદશા ફકીર(ઉં.વ.30)

નદીમાં ગુમ થયેલ સભ્યો
આરીફશા સલીમશા ફકીર (ઉં.વ.22)
સમીમબી આરીફશા ફકીર(ઉં.વ.18)
રૂક્ષારબી જાકુરશા ફકીર(ઉં.વ.27)

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget