શોધખોળ કરો

સુરતમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર: મનપાની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખૂલી, લોકો પરેશાન

surat heavy rain waterlogging: શહેરના અંડરપાસ અને મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતા કલાકો સુધી ટ્રાફિક જામ; બીજી તરફ પલસાણા, માંડવી અને ઉમરપાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેરથી ખેડૂતોમાં આનંદ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુરત શહેરમાં ભારે વરસાદે મનપાના દાવા ખોટા પાડ્યા.
  • મુખ્ય માર્ગો, ગરનાળા પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અટવાયા.
  • ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશી.

surat heavy rain waterlogging: સુરત શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ગાજવીજ અને ભારે પવન સાથે ધમાકેદાર બેટિંગ કરી છે. એક તરફ, શહેરના પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાના કરોડો રૂપિયાના પ્રિ-મોનસૂન કામગીરીના દાવાઓની હવા કાઢી નાખી છે. શહેરના મુખ્ય માર્ગો, નીચાણવાળા વિસ્તારો અને ગરનાળા (અંડરપાસ) માં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તો બીજી તરફ, સુરત જિલ્લાના પલસાણા, માંડવી અને ઉમરપાડા સહિતના ગ્રામ્ય પંથકોમાં વાવણીલાયક સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

શહેરમાં ઠેર-ઠેર જળબંબાકાર: મનપાની ડ્રેનેજ સિસ્ટમ ફેઈલ

સુરત શહેરમાં ઉધના, પાંડેસરા, અઠવાગેટ અને ભટાર સહિતના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. તાપી નદીના કાંઠે આવેલા જહાંગીરપુરા, અડાજણ અને રાંદેરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. આ સિવાય ડુમસ, નાનપુરા, વરાછા, કતારગામ અને સચિનમાં પણ સારો વરસાદ નોંધાયો છે.

પરંતુ, આ વરસાદ સુરતીઓ માટે આફત બનીને આવ્યો હતો. નોકરી-ધંધે જતા લોકો, ફેક્ટરી અને ડાયમંડ યુનિટમાં જતા રત્નકલાકારો તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓને પાણી ભરાવવાના કારણે રસ્તામાં જ અટવાઈ જવાનો વારો આવ્યો હતો.

મુખ્ય માર્ગોની હાલત: ઉધના વોટર વર્ક્સ અને શ્રીરામ નગર (પાંડેસરા-બમરોલી) પાસે રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

લોકોમાં રોષ: દર વર્ષે પાલિકા પ્રિ-મોનસૂન કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચવાનો દાવો કરે છે, છતાં પહેલા જ વરસાદમાં ડ્રેનેજ સિસ્ટમ ફેઈલ જતા સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક પાણીના નિકાલની માગ કરી છે.

ગરનાળા ડૂબ્યા, હાઈવે પર લાગ્યો ટ્રાફિક જામ

વરસાદને લીધે સુરત શહેરના ગરનાળા તો જાણે સ્વિમિંગ પૂલ બની ગયા હતા. ઉધનાથી ડિંડોલી અને લિંબાયતને જોડતા રેલવે અંડરપાસમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું.

ડિંડોલી અને ભીમનગર રેલવે ગરનાળા તેમજ લિંબાયત ગરનાળામાં એટલું પાણી ભરાયું કે વાહનોના પૈડાં પૂરેપૂરા ડૂબી ગયા હતા.

ઉધના દરવાજા સામેના મેઈન રોડ પર ઘૂંટણ સુધીના પાણી ભરાયા હતા.

ઉધના બસ ડેપોથી સચિન હાઈવે તરફ જતા રોડનો એક આખો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

ડિંડોલી બ્રિજ પર પણ ટ્રાફિક જામ થતા વાહનચાલકો કલાકો સુધી રસ્તા પર ફસાયેલા રહ્યા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતના આ 5 જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો, અમરેલીમાં સતત 5માં દિવસે પૂર જેવી સ્થિતિ?

ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેરથી ખેડૂતો ખુશખુશાલ

શહેરની હાલાકી વચ્ચે, સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી રાહતના સમાચાર આવ્યા છે. વહેલી સવારથી કાળાડિબાંગ વાદળો અને પવન સાથે પડેલા વરસાદથી વાતાવરણ એકદમ ખુશનુમા બની ગયું હતું.

પલસાણા તાલુકો: તાતીથૈયા, જોલવા, કડોદરા, બગુમરા, હળધરૂ અને દસ્તાન સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

માંડવી અને ઉમરપાડા: માંડવીના અરેઠ અને ઉમરપાડા તાલુકાના અંબાડી, આમલી દાબડા, બલાલકુવા, ચકરા, ચવડા અને દરદા ગામમાં ગાજવીજ સાથે સારો વરસાદ વરસ્યો છે.

આ સારા વરસાદના પગલે ખેતરો અને રોડ-રસ્તા પાણી-પાણી થઈ ગયા છે, જેને જોઈને વાવણીની તૈયારી કરતા ખેડૂતો ખુબ જ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Frequently Asked Questions

સુરત શહેરમાં ભારે વરસાદને કારણે કઈ મુખ્ય સમસ્યાઓ સર્જાઈ હતી?

શહેરમાં મુખ્ય માર્ગો, નીચાણવાળા વિસ્તારો અને ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી અને ટ્રાફિક જામ પણ થયો.

સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીનું શું પરિણામ આવ્યું?

પ્રથમ વરસાદે જ મનપાના પ્રિ-મોનસૂન કામગીરીના દાવાઓની હવા કાઢી નાખી. ડ્રેનેજ સિસ્ટમ ફેઈલ જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો.

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શું અસર થઈ?

પલસાણા, માંડવી અને ઉમરપાડા સહિતના ગ્રામ્ય પંથકોમાં વાવણીલાયક સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી.

શહેરમાં કયા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનવ્યવહારને અસર થઈ?

ઉધના, પાંડેસરા, અઠવાગેટ, ભટાર અને ડિંડોલી-લિંબાયત જેવા ગરનાળામાં પાણી ભરાયા. ઉધના-સચિન હાઈવે અને ડિંડોલી બ્રિજ પર ટ્રાફિક જામ થયો.

ટોપ સ્ટોરી

સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget