શોધખોળ કરો
Surat: PAASના નેતા એવા કોર્પોરેટરની ટિકિટ કોંગ્રેસના ક્યા ટોચના નેતાએ કપાવતાં માલવિયાએ ફોર્મ ના ભર્યું ?
કોંગ્રેસે વોર્ડ નંબર ત્રણમાં પાસના કન્વીનર ધાર્મિક માલવીયાને ટિકિટ આપી હતી પણ માલવિયાએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે.
![Surat: PAASના નેતા એવા કોર્પોરેટરની ટિકિટ કોંગ્રેસના ક્યા ટોચના નેતાએ કપાવતાં માલવિયાએ ફોર્મ ના ભર્યું ? Surat: Know why Surat congress candidate Dharmik Malviya not file form civic body elections Surat: PAASના નેતા એવા કોર્પોરેટરની ટિકિટ કોંગ્રેસના ક્યા ટોચના નેતાએ કપાવતાં માલવિયાએ ફોર્મ ના ભર્યું ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/08152420/dharmik-malviya.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(ફાઈલ તસવીર)
સુરતઃ સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) સાથે સક્રિય માજી કોર્પોરેટરની ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો થયો છે અને પાસ સાથે સંકળાયેલા કાર્યકરોએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે.
કોંગ્રેસે વોર્ડ નંબર ત્રણમાં પાસના કન્વીનર ધાર્મિક માલવીયાને ટિકિટ આપી હતી પણ માલવિયાએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. પાસના અગ્રણીઓએ સીધી જાહેરાત કરી છે કે ધાર્મિક માલવિયા સાથે 10 થી વધુ ઉમેદવારો ઉમેદવારીપત્રક પાછા ખેંચશે. કોંગ્રેસના હાર્દિક પટેલ સિવાયના કોઈપણ નેતાને વરાછામાં સભા કરવા નહીં કરવા દેવાય એવો પડકાર ફેંક્યો છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 16માં વિજય પાનસુરીયા સહિત કેટલાક પાટીદારોની ટિકિટ કોંગ્રેસે કાપી નાખતાં પાસ ગુસ્સામાં આવી ગયું છે. પાસના નેતાઓનો આક્ષેપ છે કે, ડો. તુષાર ચૌધરીએ જીદ કરીને પાનસુરીયાના સ્થાને પોતાના ખાસ સુરેશ સુહાગિયાને ટિકિટ અપાવી છે. ચૌધરીની જીદના કારણે કોંગ્રેસમાં ભંગાણ પડ્યું હોવાનો તેમનો દાવો છે.
કોંગ્રેસે પાસ કન્વીનર ધાર્મિક માલવિયા નેવોર્ડ નંબર ત્રણમાંથી ટિકિટ જાહેર કરી હતી પરંતુ કોંગ્રેસે વચન આપ્યા બાદ પણ પાસ સાથે સંકળાયેલાની ટિકિટ કાપી નાખતાં ધાર્મિક માલવિયા ચૂંટણી નહીં લડે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઉત્તરાખંડમાં સર્જાયેલી દુર્ઘટનાથી દુઃખી થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ક્રિકેટર, કરી મોટી જાહેરાત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)