શોધખોળ કરો

સુરતઃ લેડી PSIએ કોના પાશવી અત્યાચારથી આપઘાત કર્યો હોવાનો પિતા-ભાઈનો આક્ષેપ ? આપઘાત પહેલાં ભાવનગરથી કોણે કરેલો વીડિયો કોલ ?

અનિતાએ સાસરિયાંના અમાનુષી અત્યાચાર અને ધાક-ધમકીથી કંટાળી જઇ આપઘાતનું પગલું ભર્યુ હોવાનો તેમના પિતાએ આક્ષેપ કર્યો છે.

સુરતઃ સુરતમાં લેડી પીએસઆઈ અનિતા જોશીના આત્મહત્યાના કેસમાં તેના પિતાએ સાસરિયાં સામે પાશવી અત્યાચાર અને ધમકી આપવાના આક્ષેપો કરતાં ખળભળાટ મચ્યો છે.  અનિતાએ સાસરિયાંના અમાનુષી અત્યાચાર અને ધાક-ધમકીથી કંટાળી જઇ આપઘાતનું પગલું ભર્યુ હોવાનો તેમના પિતાએ આક્ષેપ કર્યો છે. રવિવારે સવારે સુરતની સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમ પાસે મૃતકના પિતા બાબુભાઈ જોષી અને ભાઈ નૈનેશે સાસરિયાં સામે આક્ષેપો કરતાં કહ્યું કે, છેલ્લાં ઘણાં સમયથી અનિતાને તેનો પતિ વૈભવ, સાસુ હર્ષાબેન, સસરા જીતુભાઈ અને નણંદ અંકિતા ત્રાસ આપતાં હતાં. તેઓ વારેઘડીએ પોલીસની નોકરીમાંથી રાજીનામું આપી દેવા દબાણ કરતાં હતાં. આ ઉપરાંત અનિતાએ સુરત અને ભાવનગરમાં ખરીદેલ મિલકતો પોતાના નામ કરી દેવા પણ દબાણ કરતાં હતાં. ગયા શનિવારે અતિતાને એકલી મૂકી પતિ સહિતનાં સાસરિયા દીકરા ભાવનગર લગ્નપ્રસંગમાં ચાલ્યાં ગયાં હતાં. અનિતાનો દીકરો ચાર વર્ષનો હોવા છતાં તેને પણ સાથે લઈ ગયાં હતાં. તેમણે જણાવ્યું કે, ભાવનગર જઈને પણ તેમણે અનિતાને કોલ કરી ધમકાવી હતી.  આપઘાતના આગલા દિવસે શુક્રવારે તેમણે અનિતાને વીડિયો કોલ કર્યો હતો. આ વીડિયો કોલમાં પણ અનિતાને અપશબ્દો બોલી ધમકાવી હતી. તેમણે કહ્યું હતું કે, તને દીકરાને સાથે રાખવો હોય તો નોકરીમાંથી રાજીનામું આપી દે, કાં તો ગોળી ખાઇને મરી જા. દીકરાને પોતાનાથી દૂર રાખી રાજીનામું આપી દેવા દબાણ કરતાં સાસરિયાના અત્યાચારથી અનિતા કંટાળી ગઈ હતી. તે છેલ્લાં કેટલાક દિવસોથી ડિપ્રેશનમાં રહેતી હતી. તેણે માતા સમક્ષ પોતાની આપવીતી વર્ણવતી હતી. સાસરિયાના અત્યાચારથી જ અમિતાએ આપઘાત કરી લીધો હોવાનું પિયરિયાંએ જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Embed widget