Surat : યુવકને જૂની પ્રેમિકા સાથે બાંધવા હતા શરીર સંબંધ, યુવતીએ પતિને કરી વાત, પતિએ પ્રેમીને દારૂ પીવા બોલાવ્યો ને.....
આરોપીએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે, પોતાના લગ્ન જે યુવતી સાથે થયા છે તે યુવતી મૃતકની પૂર્વ પ્રેમિકા હતી. જોકે યુવતીના લગ્ન બાદ યુવતીએ પ્રેમી સાથેના પ્રેમ સંબંધો તોડી નાખ્યા હતા. જોકે પ્રેમી પ્રેમિકાને સંબંધ રાખવા માટે હેરાન પરેશાન કરતો હતો, જેથી આ યુવતીએ સમગ્ર ઘટના પોતાના પતિને જણાવી હતી. પતિ પ્રેમીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ આજે તે કોઈ વાતને સમજવા તૈયાર ન હતો.
![Surat : યુવકને જૂની પ્રેમિકા સાથે બાંધવા હતા શરીર સંબંધ, યુવતીએ પતિને કરી વાત, પતિએ પ્રેમીને દારૂ પીવા બોલાવ્યો ને..... Surat murder case : man murder by husband after know affair with wife Surat : યુવકને જૂની પ્રેમિકા સાથે બાંધવા હતા શરીર સંબંધ, યુવતીએ પતિને કરી વાત, પતિએ પ્રેમીને દારૂ પીવા બોલાવ્યો ને.....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/10/6b251f3be4226a2a7be2af384cfd354f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Surat: શહેરમાં બે દિવસ પહેલાં થયેલી યુવકની હત્યા (Youth murder) મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે ઉધના રેલવે-ટ્રેક પાસેથી દફનાવાયેલી હાલતમાં એક મૃતદેહ બહાર કાઢ્યો હતો, જેમાં પોલીસે તપાસ કરતાં એક યુવક સહિત સગીરની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે પત્નીને પૂર્વ પ્રેમી પરેશાન કરતો હતો, જેથી તેને બોલાવી સાથે દારૂ પીવડાવી નશામાં ચૂર કર્યો હતો. આ પછી ચપ્પુના ઘા મારી હત્યા કરી નાંખી હતી. તેમજ ઓળખ ન થાય એ માટે પેટ્રોલ નાખી સળગાવીને દાટી દીધો હતો.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, મૃતક યુવક 22મી માર્ચે રાત્રે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયો હતો. પરિવારે આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશન(Dindoli Police station)માં ફરિયાદ પણ નોંધાવી હતી. યુવક ગુમ થયો એ વિસ્તાર ચેક કરતાં મોપેડ પર બેસીને જતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલે તપાસ શરૂ કરતાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાંથી એક સગીર વયનો આરોપી છે, જ્યારે બીજો યુવકની પૂર્વ પ્રેમિકાનો પતિ છે.
આરોપીએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે, પોતાના લગ્ન જે યુવતી સાથે થયા છે તે યુવતી મૃતકની પૂર્વ પ્રેમિકા હતી. જોકે યુવતીના લગ્ન બાદ યુવતીએ પ્રેમી સાથેના પ્રેમ સંબંધો તોડી નાખ્યા હતા. જોકે પ્રેમી પ્રેમિકાને સંબંધ રાખવા માટે હેરાન પરેશાન કરતો હતો, જેથી આ યુવતીએ સમગ્ર ઘટના પોતાના પતિને જણાવી હતી. પતિ પ્રેમીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ આજે તે કોઈ વાતને સમજવા તૈયાર ન હતો.
આથી પતિ 22મીખે પત્નીના પ્રેમીને સમાધાન કરવા બોલાવી પહેલા દારૂ પિવડાવ્યો હતો અને ત્યાર બાદ તેને ચપ્પુ મારી હત્યા કરી હતી. જોકે યુવકની લાશ ઓળખ ન થાય એ માટે પહેલા પેટ્રોલ નાખી સળગાવી નાખી હતી અને ત્યાર બાદ તેની દફનવિધિ કરી હતી. જોકે પોલીસે પતિની ધરપકડ કરતાં તેણે કરેલા ગુનાની કબૂલાત કરી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)