(Source: ECI/ABP News/ABP Majha)
Surat News: સુરતમાં હીટવેવ વચ્ચે ચક્કર, બેભાન, પડી ગયા બાદ વધુ 6 વ્યકિતના મોત
Latest Surat News: સુરત સહિત સમગ્ર રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીના વચ્ચે લોકોના અચાનક મોતના કિસ્સા પણ ચોંકાવનારી રીતે વધ્યા છે.
Surat Heatwave News: સુરત શહેરમાં હીટવેવના (heatwave in Surat) લીધે સૂર્યન આકરો તાપની વચ્ચે અચાનક અને તબિયત બગડતા મોત (suddenly death) થવાનો સિલસિલો યથાવત રહેવા પામ્પ્યો છે. ત્યારે પાંડેસરામાં અચાનક સાયકલ પર પડયા બાદ ૪૦ વર્ષીય યુવાન, પાંડેસરામાં તાવ આવ્યા બાદ ૪૭ વર્ષીય આધેડ,લિંબાયતમાં ૪૫ વર્ષીય આધેડ અને ૪૮ વર્ષીય આધેડ તથા ૩૯ વર્ષીય યુવાન, કતારગામમાં ચક્કર આવ્યા બાદ ૪૪ વર્ષીય આધેડની અચાનક તબિયત બગડતા બાદ મોત થયા હતા.
સ્મીમેર અને સિવિલથી (civil hospital) મળેલી વિગત મુજબ લિંબાયતમાં સાંઇબાબા ચોક પાસે રહેતો ૪૫ વર્ષીય જગા તોતારામ ઠાકુર ગત સાંજે ઘર નજીક બ્રીજ પાસે અચાનક તબિયત લથડતા બેભાન થઇ જતા સારવાર માટે સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો. જયાં તેને મૃત જાહેર કર્યો હતો. બીજા બનાવમાં લિંબાયતમાં આંબેડકરનગરમાં રહેતો ૩૯ વર્ષીય લક્ષ્મણ ગંગાધર લગ્શેટી ગત સવારે ઘરમાં અચાનક બેભાન થઇ ગયો હતો. કોલ મળતા ૧૦૮ એમ્બ્યુલન્સ ત્યાં પહોચીને તેને સ્ટાફે તેને મૃત જાહેર કર્યો હતો. તે છુટક મજુરી કરતો હતો. ત્રીજા બનાવમાં લિંબાયત રોડ પરવતગામ પાસે સંતોષનગરમાં રહેતા ૪૮ વર્ષીય બિનેશકુમાર બિલેશ્વર રામ ગત સાંજે ઘરમાં તબિયત બગડતા બેભાન થઇ જતા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યો હતો. તે સંચાખાતામાં કામ કરતા હતા.
ચોથા બનાવમાં બમરોલી રોડ આશાપુરી ખાતે રહેતો ૪૦ વર્ષીય લીંગરાજ ભાસ્કર કમ્પા ગત બપોરે ઘરે જમીને સાયકલ ઉપર પાંડેસરા ખાતે સંચાખાતામાં કામે જવા નીકળ્યો હતો. તે સમયે પાંડેસરાના ભીંજ ભંજન પાસે ગરમીના લીધે તેની તબિયત બગડતા સાયલક પરથી પડી ગયો હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો. જયાં ગત સાંજે તેનું મોત થયુ હતુ. આ અંગે તના પરિચિત વ્યકિતએ કહ્યુ હતું. પાંચમાં બનાવમાં પાંડેસરામાં આશાપુરી સોસાયટીમાં રહેતા ૪૭ વર્ષીય મનિષ બ્રિજલાલ રાણા ગત રાતે તાવ આવ્યા બાદ ખેંચ આવી હતી બાદમાં તે બેભાન થઇ જતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે કંપનીમાં મજુરી કામ કરતો હતો. છઠ્ઠા બનાવમાં કતારગામમાં કુંજગલી ખાતે રહેતો ૪૪ વર્ષીય જીગ્નેશ ભીખુ પટેલ ગત સાંજે ગરમી વધુ લાગતી હોવાથી ઘર નજીક ઓટલા ઉપર હવા ખાવા બેઠો હતો. તે સમયે તેને અચાનક ચક્કર આવતા બેભાન થઇ ગયો હતો. જોકે તેને ૧૦૮ના કર્મચારીએ તેને મૃત જાહેર કર્યો હતો. તે કાપડની દુકાનમાં કામ કરતો હતો.