શોધખોળ કરો

School Closed in Surat: ભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલે સુરતમાં સ્કૂલોમાં જાહેર કરાઈ રજા

Surat School Closed: પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Surat Rain: સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ સુરત જિલ્લા કલેકટર દ્વારા આવતી કાલે સુરત અને સુરત જિલ્લાની સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

School Closed in Surat: ભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલે સુરતમાં સ્કૂલોમાં જાહેર કરાઈ રજા

સુરત શહેર અને જિલ્લામાં પડી ભારે  વરસાદના કારણે સુરત શહેરમાં ખાડી પૂરનો ખતરો છે. સુરતમાંથી પસાર થતી બે ખાડી ડેન્જર લેવલ પર આવી ગઈ છે તેના સાથે શહેરમાં પણ ભારે વરસાદ પડતો હોવાથી ખાડીના ગંદા પાણી અને વરસાદી પાણી લિંબાયત વિસ્તારમાં અનેક લોકોના ઘરમાં ઘૂસી ગયાં છે અને લોકોની હાલત કફોડી થઈ રહી છે. સુરતના સરથાણા વિસ્તારમાં પાણી ભરતા અલગ અલગ 16 સોસાયટીના રસ્તા બંધ કરવામાં આવ્યા છે.

સરથાણા વિસ્તારમાં આદર્શ હોસ્ટેલ ખાડીપુરના પાણી ફરીવળ્યા

સુરતના સરથાણા વિસ્તારમાં આદર્શ હોસ્ટેલ ખાતે ખાડીપુરના પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ અટવાયા હતા.  ભારે પાણી ભરાવાના કારણે ફાયર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સરથાણા ખાતે આવેલી આદર્શ હોસ્ટેલમાં સુરત ફાયર વિભાગનું રેસ્ક્યુ કર્યુ હતું. 45 જેટલા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. હોસ્ટેલ ના પાંચ ફૂટ થી વધુ પાણી ભરાતા ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરી હતી. સુરત ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ બોટની મદદ લેવામાં આવી હતી.

કુંભારિયા પ્રાથમિક શાળામાં ઘૂસ્યા પાણી

સુરત પાલિકાના પૂણા કુંભારિયા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે અને તેમાં આજે ભરાયેલા પાણીની સપાટીમાં વધારો થતાં તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. આજે સવારે વરસાદી પાણી સીધા કુંભારિયા પ્રાથમિક શાળામાં પ્રવેશી ગયા હતા. પ્રાથમિક શાળા તથા આસપાસના વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. જોકે, સ્થિતિના આધારે પાલિકાએ આ શાળામાં ગઈકાલથી રજા જાહેર કરી હોવાથી વિદ્યાર્થીઓ ન હોવાથી વાલીઓ સાથે તંત્રને પણ રાહત થઈ છે.

24-25 જુલાઈની આગાહી

રાજ્યમાં આગામી બે દિવસ રાજ્યમાં અતિભારે આગાહી કરતાં હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે કે, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત,  તાપી, વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 16થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, અરવલ્લી સહિતના જિલ્લામાં ધીમીધારે વરસાદી માહોલ છવાયેલો રહેશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ

આંગળીઓ જોઈને પણ બીમારીઓની ખબર પડી જાય છે, બસ કરવું પડે છે આ કામ

Embed widget