શોધખોળ કરો

Surat: ફરી એક વેપારી છેતરાયો, બંધ વીમા પૉલીસી ચાલુ કરાવવાના નામે યુવતીએ 64 હજાર ખંખેરી લીધા

સુરતમાંથી નકલી કંપની દ્વારા ફરી એકવાર એક વેપારી સાથે છેતરપિંડી થયાની ફરિયાદ સામે આવી છે

Surat News: સુરતમાંથી નકલી કંપની દ્વારા ફરી એકવાર એક વેપારી સાથે છેતરપિંડી થયાની ફરિયાદ સામે આવી છે. એક યુવતીએ ખુદને વીમા પૉલીસી કંપનીની કર્મચારી હોવાની ઓળખ આપીને એક વેપારી પાસેથી 64 હજાર ખંખેરી લીધા હતા, ખરેખરમાં, નકલી વીમા કંપનીએ વેપારીને તેમની જુની બંધ પડેલી પોલીસીને ફરી ચાલુ કરવા માટે લાલચ આપી હતી, જે પછી વેપારી પાસે ઠગાઇ થઇ હતી. આ ઘટના સુરત શહેરના સારોલી મૉડલ ટાઉન રેસિડેન્સીમાં ઘટી છે.

સુરતમાં દિવસ દિવસે નકલીનો ધંધો ધોમધખી રહ્યો છે, હવે વધુ એક નકલી વીમા કંપની સામે ફરિયાદ નોંધાઇ છે. ખરેખરમાં વાત એમ છે કે, શહેરના સારોલી વિસ્તારમાં રહેતા એક કાપડના વેપારી સાથે છેતરપિંડી થઇ છે. સુરતના સારોલીના મૉડલ ટાઉન રેસિડેન્સીમાં રહેતા કાપડ દલાલ નિરંજન શર્મા સાથે 64 હજારની છેતરપિંડી થયાની ઘટના ઘટી છે. કાપડ વેપારી નિરંજન શર્માને 1લી ડિસેમ્બરે એક છોકરીને ફોન આવ્યો હતો, તે છોકરીએ પોતાની ઓળખ એક્સાઇડ લાઇફ ઇન્શ્યૉરન્સ લિમીટેડ કંપનીમાંથી કર્મચારી નેહાબેન હોવાની આપી હતી. નેહાબેન નામની નકલી યુવતીએ 53 વર્ષીય કાપડ વેપારી નિરંજન શર્માને તેમની બંધ પડેલી પોલીસેને પુનઃ ચાલુ કરવા માટે સમજાવ્યા હતા, નેહા બેને નિરંજન શર્માને 30 હજારમાં 80 હજારની લાલચ આપી હતી, અને બાદમાં તેમની પાસેથી બંધ પૉલીસી ચાલુ કરવાના નામે 64 હજાર ખંખેરી લીધા હતા. ખાસ વાત છે કે, નકલી કંપની દ્વારા ફ્રૉડ કરવામાં આવ્યું તે પહેલા યુવતીએ પોતાને એક્સાઇડ લાઇફ ઇન્શ્યૉરન્સ લિમીટેડ કંપનીની કર્મચારી નેહાબેન બતાવી હતી, સાથે સાથે તેમના સીનિયર ઓફિસર તરીકે રાહુલ અગ્રવાલ અને મેનેજર તરીકે માહી સિંગની પણ ઓળખ આપી હતી. છેતરપિંડીની ઘટના બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. 

બેન્કના નામે OTP માંગી ગઠીયાએ સુરતના વેપારીને છેતર્યો, ખાતામાંથી ઉઠાવી લીધા એક લાખ રૂપિયા

સુરતમાંથી વધુ એક ઓટીપી ફ્રૉડનો કિસ્સો સામે આવ્યો છે, શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા રફિકભાઇને એક ગઠીયાએ ઓટીપીની મદદથી મોટા ફ્રૉડનો શિકાર બનાવ્યા છે. ખરેખરમાં, ગઠીયા ટોળકીએ રફીકભાઇને બેન્કમાંથી બોલુ છું કહીને ફોન કર્યો અને તેમને ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા માટેની વાત કરી હતી, આ પછી રફીકભાઇએ ગઠીયાને પોતાનો ઓટીપી નંબર આપ્યો અને બાદમાં એક લાખ રૂપિયાનું ફ્રૉડ થયુ હતુ. મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં બેન્ક ફ્રૉડ સામે આવ્યું છે. ખરેખરમાં, ડિંડોલી વિસ્તારમાં રહેતા રફીકભાઇ નામના શખ્સ પાસેથી ગઠીયા ટોળકીએ ઓટીપી દ્વારા એક લાખ રૂપિયાની ઠગાઇ કરી છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા રફીકભાઇને ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાના નામે ઠગે OTP લઈ 1 લાખ પડાવી લીધા છે એટલુ જ નહીં આ ટોળકીએ અન્ય શખ્સોના પણ ક્રેડિટ કાર્ડમાં 24 હજારની ઉચાપત કરી હોવાનુ ખુલ્યું છે. ડિંડોલીના ભેસ્તાન આવાસ ખાતે રહેતા રફીકભાઈ ગની શેખ ગ્લાસ ફીટીંગનું કામ કરે છે. તેમને ગઇ 14 નવેમ્બરે ફોન આવ્યો હતો, ફોન કરનારે પોતાની ઓળખ ડીબીએસ બેન્ક ક્રેડિટ કાર્ડ વિભાગના અધિકારી તરીકે આપી હતી, અને તમને કહ્યું હતુ કે, તમારુ ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાનુ છે, આ પછી રફીકભાઈએ ગઠીયાને ઓટીપી નંબર આપી દીધો હતો. જોકે, એક મહિના બાદ 1 લાખ ભરવાના બાકી હોવાનો મેસેજ આવતા જ રફીકભાઇ ચોંક્યા હતા, રફીકભાઇએ બેંકમાં તપાસ કરી તો ખબર પડી કે તેમની સાથે લાખ રૂપિયાની છેતરપિંડી થઇ છે. છેવટે હવે આ મામલે પીડિત રફીકભાઇએ શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Congress: દિલ્હીમાં કોંગ્રેસની ત્રીજી યાદી જાહેર,એક બેઠક પર બદલવામાં આવ્યો ઉમેદવાર
Congress: દિલ્હીમાં કોંગ્રેસની ત્રીજી યાદી જાહેર,એક બેઠક પર બદલવામાં આવ્યો ઉમેદવાર
Manu Bhaker Medals: શૂટર મનુ ભાકરને પાંચ મહિના પછી મળશે નવા મેડલ, જાણો કારણ?
Manu Bhaker Medals: શૂટર મનુ ભાકરને પાંચ મહિના પછી મળશે નવા મેડલ, જાણો કારણ?
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકનું મોત, વિદેશ મંત્રાલયે કહ્યું- 'તમામને તાત્કાલિક મુક્ત કરો'
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકનું મોત, વિદેશ મંત્રાલયે કહ્યું- 'તમામને તાત્કાલિક મુક્ત કરો'
Makar Sankranti 2025: અમિત શાહે અમદાવાદમાં ચગાવી પતંગ,લોકોએ લગાવ્યા વંદે માતરમના નારા, વીડિયો થયો વાયરલ
Makar Sankranti 2025: અમિત શાહે અમદાવાદમાં ચગાવી પતંગ,લોકોએ લગાવ્યા વંદે માતરમના નારા, વીડિયો થયો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Uttarayan Scuffle : ગાંધીનગરમાં પતંગ લૂંટવા મુદ્દે ધીંગાણું? જુઓ શું છે આખો મામલો?Ahmedabad Murder Case: અમદાવાદમાં લૂંટ બાદ વૃદ્ધની હત્યાથી ખળભળાટ, પોલીસ તપાસનો ધમધમાટ શરૂUttarayan 2025 : ભાવનગરમાં પતંગ કપાતા મહિલા સહિત 4 લોકો પર હુમલોUttarayan 2025 : ઉત્તરાયણે ધીંગાણું , પતંગ ચગાવવા-લૂંટવા મામલે મારામારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: દિલ્હીમાં કોંગ્રેસની ત્રીજી યાદી જાહેર,એક બેઠક પર બદલવામાં આવ્યો ઉમેદવાર
Congress: દિલ્હીમાં કોંગ્રેસની ત્રીજી યાદી જાહેર,એક બેઠક પર બદલવામાં આવ્યો ઉમેદવાર
Manu Bhaker Medals: શૂટર મનુ ભાકરને પાંચ મહિના પછી મળશે નવા મેડલ, જાણો કારણ?
Manu Bhaker Medals: શૂટર મનુ ભાકરને પાંચ મહિના પછી મળશે નવા મેડલ, જાણો કારણ?
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકનું મોત, વિદેશ મંત્રાલયે કહ્યું- 'તમામને તાત્કાલિક મુક્ત કરો'
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકનું મોત, વિદેશ મંત્રાલયે કહ્યું- 'તમામને તાત્કાલિક મુક્ત કરો'
Makar Sankranti 2025: અમિત શાહે અમદાવાદમાં ચગાવી પતંગ,લોકોએ લગાવ્યા વંદે માતરમના નારા, વીડિયો થયો વાયરલ
Makar Sankranti 2025: અમિત શાહે અમદાવાદમાં ચગાવી પતંગ,લોકોએ લગાવ્યા વંદે માતરમના નારા, વીડિયો થયો વાયરલ
Delhi Election: અરવિંદ કેજરીવાલની મદદ કરો! શરદ પવારની કોંગ્રેસને સલાહ, ઈન્ડિયા ગઠબંધનને લઈને આપ્યું મોટું નિવેદન
Delhi Election: અરવિંદ કેજરીવાલની મદદ કરો! શરદ પવારની કોંગ્રેસને સલાહ, ઈન્ડિયા ગઠબંધનને લઈને આપ્યું મોટું નિવેદન
Delhi: દિલ્હીમાં 400 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બાળકની ધરપકડ, પિતાના NGOનું નિકળ્યું અફઝલ કનેક્શન
Delhi: દિલ્હીમાં 400 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બાળકની ધરપકડ, પિતાના NGOનું નિકળ્યું અફઝલ કનેક્શન
Champions Trophy 2025: શું રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાન જશે? જાણો સમગ્ર મામલો
Champions Trophy 2025: શું રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાન જશે? જાણો સમગ્ર મામલો
Magh Month 2025: આજથી પવિત્ર માઘ મહિનો શરૂ, મૌની અમાસ અને વસંત પંચમીથી લઈને આ મહિનામાં આવશે અનેક તહેવારો
Magh Month 2025: આજથી પવિત્ર માઘ મહિનો શરૂ, મૌની અમાસ અને વસંત પંચમીથી લઈને આ મહિનામાં આવશે અનેક તહેવારો
Embed widget