શોધખોળ કરો
Surat: સામાન્ય વરસાદે સુરત મહાનગરપાલિકાની ખોલી પોલ, અનેક ઘરોમાં ઘૂસ્યા પાણી
Surat Rain Photo: સુરત શહેરમાં ફરીથી ધોધમાર વરસાદ પડતાં મહાનગરપાલિકાની પોલ ખૂલી થઈ ગઈ છે. કૈલાસનગર ખાતે વરસાદી પાણી ભરાયાં છે.

સુરત શહેરમાં અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
1/7

સુરત શહેરમાં મેઘરાજાના આગમન સાથે નવી સિવિલમાં પાણી-પાણી થઈ ગયું છે. નવી સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં પાણી ભરાયાં છે.
2/7

સુરતમાં વરસાદ બાદ અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. ઘૂંટણ સમાં પાણી ભરાયાં છે. સંપૂર્ણ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં છે.
3/7

કૈલાસનગર, મજૂરાગેટ, અઠવાગેટ ખાતે પાણી ભરાયાં છે. કાદરશાહના નાળ વિસ્તારમાં પણ ગોઠણસમાં પાણી ભરાયાં છે.
4/7

હવામાન વિભાગ દ્વારા આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આગામી 72 કલાક સુધીમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે.
5/7

રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. ઉધના દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા છે. ચોંટા બજાર, ભાગળ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
6/7

નવી સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં પાણી ભરાતા અહીં આવતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. કૈલાશનગર વિસ્તારમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. વલ્લભજીવનની ચાલના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે.
7/7

સુરતના રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી છે. રસ્તા ઉપર ગુંઠણથી લઈ ગોઠણ સુધી પાણી ભરાયા છે. રસ્તા ઉપર પાણીમાંથી પસાર થવા વાહન ચાલકો મજબૂર બન્યા છે.
Published at : 25 Sep 2024 07:38 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
