શોધખોળ કરો
Ukai Dam Photos: ઉકાઇ ડેમમાં પાણીની ભરપૂર આવક, તાપી નદીમાં છોડાયૂ દોઢ લાખ ક્યૂસેક પાણી, જુઓ નજારો...
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઇ ડેમમાં પાણીની ભારે આવક થઇ રહી છે

એબીપી લાઇવ
1/7

Ukai Dam Water Level: રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 183 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે,
2/7

જેમાં સૌથી વધુ વરસાદ ભરૂચ જિલ્લાના વાલિયામાં 12 ઇંચ પડ્યો છે, જ્યારે સોનગઢ અને વ્યારામાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપી નદી પરનો ઉકાઇ ડેમ છલકાયો છે,
3/7

image 3
4/7

image 4
5/7

ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, જેના કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ મૉડમાં રાખવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઇ ડેમમાં પાણીની ભારે આવક થઇ રહી છે.
6/7

માહિતી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. સુરત જિલ્લા અને ઉપરવાસમાં વરસાદથી હાલમાં ઉકાઈ ડેમની જળસપાટી વધી છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઇ ડેમમાં પાણીની ભારે આવક થઇ રહી છે.
7/7

ખાસ વાત છે કે, સતત વરસાદ થવાના કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેતી થઇ છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવવા 1.63 લાખ ક્યૂસેક પાણી છોડાયું છે. કૉઝ-વેમાંથી તાપી નદીમાં 1.98 લાખ ક્યૂસેક પાણી વહી રહ્યું છે. ઉપરવાસમાં સતત વરસાદથી તાપી નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.
Published at : 03 Sep 2024 04:53 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
