Surat: સ્કૂલનું ધાબુ સાફ કરવા મોકલેલા વિદ્યાર્થીને લાગ્યો કરંટ, સુરતમાં ખાનગી શાળાના સંચાલકની ગંભીર બેદરકારી
સુરતમાં એક ખાનગી શાળાના સંચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે, શહેરના એક ખાનગી સ્કૂલના સંચાલકે બળજબરી પૂર્વક વિદ્યાર્થીઓને ઉત્તરાયણ બાદ સાફ સફાઇ માટે ટેરેસ પર મોકલ્યા હતા
Surat News: સુરતમાં એક ખાનગી શાળાના સંચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે, શહેરના એક ખાનગી સ્કૂલના સંચાલકે બળજબરી પૂર્વક વિદ્યાર્થીઓને ઉત્તરાયણ બાદ સાફ સફાઇ માટે ટેરેસ પર મોકલ્યા હતા. જેમાં બે વિદ્યાર્થીઓ પતંગની દોરીને અડી જતાં કરંટ લાગ્યો હતો, આમાંથી એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘવાયો હોવાથી શહેરની હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, આ સમગ્ર ઘટના શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી શારદાયતન સ્કૂલમાં બની છે, હાલમાં પોલીસ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતમાં એક વધુ બેદરાકરી ભરી ઘટના ઘટી છે, સુરતમાં ખાનગી શાળા સંચાલકની ગંભીર બેદરકારીથી હાલમાં વાલીઓમાં રોષ છે. ખરેખરમાં, સુરત શહેરના ડિંડોલી ખાતે આવેલી શારદાયતન શાળાના સંચાલકની મનમાની સામે આવી છે, બળજબરીપૂર્વક શાળાના સંચાલક દ્વારા ધોરણ 6 ના વિદ્યાર્થીને શાળાના ટેરેસ પર સાફ સફાઈ માટે મોકલ્યા હતા, જેમાં 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો 14 વર્ષીય શિવા યાદવને સ્કૂલના ધાબા પર પતંગની દોરી લેવા જતા જોરદાર કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં શિવા યાદવ અને શિવમ યાદવ બન્ને ભાઇને કરંટ લાગ્યો અને બન્ને દાજી ગયા હતા. આ બન્ને ભાઇઓએને સારવાર અર્થે શહેરની એક ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયા હતા. સ્કૂલના વિદ્યાર્થી શિવા યાદવને શાળાના સંચાલક કુનના તિવારી દ્વારા ધાબા પર સાફ સફાઈ કરવા માટે બળજબરીપૂર્વક મોકલ્યો હોવાનું વિદ્યાર્થીઓને કહ્યું હતુ. આ ઘટના અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યુ કે, સવારના 7 વાગ્યે વિદ્યાર્થીઓને બળજબરીપૂર્વક સફાઈ કરવા માટે કહેતા આ સમગ્ર ઘટના ઘટી હતી. વિદ્યાર્થી શિવા યાદવ ગંભીર રીતે દાઝી જતાં ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે, અને આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં સસ્તા અનાજની દુકાનમાં મોટાપાયે ગેરરીતિ, 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ
સુરત શહેરના અંબાનગર વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ મળતા સુરત મામલતદારે લાલ આંખ કરી છે. સસ્તા અનાજની દુકાનમાં ચેકિંગ કરતા અનાજમાં ગેરરીતિ સામે આવતા ત્રણ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારની નેશનલ ફૂડ સિક્યુરિટી અંતર્ગત ગરીબોને મળતું સસ્તા ભાવે અનાજ અમુક લેભાગુઓ દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે બારોબાર વેચી લેવાની ફરિયાદ ઉઠી હતી.
મજુરા મામલતદાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા જેમાં મોટી પ્રમાણમાં અનાજમાં ગેરરીતિ સામે આવી છે. જેના સંદર્ભમાં સુરત સાઈબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે ત્રણ શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સસ્તા અનાજની દુકાન ચલાવનાર દુકાનદારો લોકોનું ફિંગર પ્રિન્ટ લીધા વગર અનાજ બરોબર સગેવગે કરી દેતા હતા. જેમાં ઘઉં, ચોખા, દાળ, મીઠું જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.
આ સમગ્ર કેસની તપાસ કરતાં કુલ 28,000 થી વધુને ગેરરીતિ સામે આવી છે. સમગ્ર કેસને લઈને સાઈબર સેલના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ સાઈબર સેલ પોલીસ દ્વારા લેપટોપ ફિંગર પ્રિન્ટનું મશીન સહિતનો અન્ય મુદ્દામાલ કબજે કરી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.