Surat: મામાએ ભાણી પર આચર્યુ દુષ્કર્મ, પ્રેમ જાળમાં ફસાવીને 3 વર્ષ સુધી કર્યુ શારીરિક શોષણ ને પછી......
સુરતના ઓલપાડમાં કૌટુંબિક મામાએ પોતાની ભાણી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની વાત બહાર આવી છે. મામાએ પહેલા ભાણીને પોતાની પ્રેમ જાળમાં ફંસાવી હતી,
![Surat: મામાએ ભાણી પર આચર્યુ દુષ્કર્મ, પ્રેમ જાળમાં ફસાવીને 3 વર્ષ સુધી કર્યુ શારીરિક શોષણ ને પછી...... Surat: one more sexual harassment complaints in surat olpad area Surat: મામાએ ભાણી પર આચર્યુ દુષ્કર્મ, પ્રેમ જાળમાં ફસાવીને 3 વર્ષ સુધી કર્યુ શારીરિક શોષણ ને પછી......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/27/a52c614f9e30c12c3953faa2035fde7d1682615472498290_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Surat: સુરતમાં વધુ એક ચકચારી ભરેલી દુષ્કર્મની ઘટના સામે આવી છે. સુરતના ઓલપાડમાં મામાએ ભાણી પર દુષ્કર્મની આચર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.
માહિતી પ્રમાણે, સુરતના ઓલપાડમાં કૌટુંબિક મામાએ પોતાની ભાણી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની વાત બહાર આવી છે. મામાએ પહેલા ભાણીને પોતાની પ્રેમ જાળમાં ફંસાવી હતી, ભાણી પરણીત હોવા છતાં 3 વર્ષથી તેને ભગાડી લઈ જઈ બરજબરીપૂર્વક પોતાની સાથે રાખીને તેનું શારીરિક શોષણ કરાયુ હતુ. યુવતીના ગુપ્ત ભાગે મરચાની ભુકી નાખી હતી. આ ઘટના બાદ યુવતીની તબિયત લથડતા સુરત સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ ઘટના બાદ યુવતીના નગ્ન ફોટા પાડી સોશ્યલ મીડિયા પર વાયરલ કરીને તેને બદનામ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી. હાલ તો ઓલપાડ પોલીસે કૌટુંબિક મામા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતમાં ત્રણ માસની દિકરીને પિતાએ રમાડતા હવામાં ઉછાળી, પંખા સાથે ટકરાઈ જતા મોત, પરિવારમાં શોક
સુરત: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં પિતા 3 માસની દિકરીને હવામાં ઉછાળીને રમાડતા હતા, આ દરમિયાન બાળકીને માથાના ભાગે પંખો લાગી જતા ગંભીર ઇજાગ્રસ્ત થઇ હતી. જે બાદ તાત્કાલિક બાળકીને સુરત સિવિલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત નિપજ્યું હતું.
3 મહિનાની દીકરીને પિતા રમાડી રહ્યા હતા. વ્હાલમાં દીકરીને જેવી હવામાં ઉછાળી ચાલુ પંખામાં માસૂમનું માથું ટકરાયું અને તેનું મોત થયું હતું. આ કરુણ ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં બની છે.
નસરુદ્દીન શાહને સંતાનમાં 3 બાળક છે. શનિવારે સવારે તે 3 મહિનાની દીકરી જોયાને રમાડી રહ્યા હતા. આ સમયે તેણે જોયાને હવામાં ઉછાળતા જ જોયાનું માથું સીધું જ છત પર ચાલુ પંખાના પાંખિયાથી ટકરાયું હતું. પાંખિયાની ધાર માસૂમના માથામાં લાગતા જ તે ત્યાં ફસડાઈ પડી હતી. લોહીલુહાણ હાલતમાં દીકરીને જોઈ માતા-પિતાએ બૂમાબૂમ કરી હતી. ત્યારબાદ ગંભીર હાલતમાં જોયાને હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જો કે, સારવાર દરમિયાન માસૂમનું મોત થયું હતું. લાડકવાયી દીકરીના અકાળે મોતથી પરિવારજનો શોકમાં છે. આ મામલે લિંબાયત પોલીસે તપાસ શરૂ કરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)