Surat : 'અંકલને મેરે સાથ ગંદા કામ કિયા', 4 વર્ષની દીકરીની વાત સાંભળી માતાના પગ નીચેથી સરકી ગઈ જમીન
બાળકીએ માતાને કહ્યું કે, પાડોશી અંકલને મેરે સાથ ગંદા કામ કિયા, ઓર કિસી કો બતાના મત. મેં તુજે ચોકલેટ દેતા રહૂંગા. આ ઘટના સામે આવતા લોકોએ પાડોશી પ્રસન્ન કાશીનાથ પ્રધાનને રૂમમાંથી બહાર કાઢી ફટકાર્યો હતો.
સુરત : પાંડેસરા વિસ્તારમાં હવસખોરે 4 વર્ષીય બાળકી સાથે અડપલા કર્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પોીલસે આરોપીને પકડીને જેલ હવાલે કરી દીધો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંકલને મેરે સાથ ગંદા કામ કિયા, ઓર કિસી કો બતાના મત. મેં તુજે ચોકલેટ દેતા રહૂંગાની વાત 4 વર્ષની બાળકી માતાને કહેતા પરિવારના હોશ ઉડી ગયા હતા.
આ અંગેની વિગતો એવી છે કે, પાંડેસરામાં હવસખોરે 4 વર્ષીય માસૂમ બાળકીનું ચોકલેટ આપવાની લાલચે અપહરણ બાદ અડપલાં કરતા ચકકચાર મચી ગઈ છે. બાળકીએ સમગ્ર ઘટના ઘરે જઈને પરિવારને કહેતા પરિવારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. મૂળ ઓરિસ્સાના વતની અને છેલ્લા સાત વર્ષથી સુરતમાં રોજીરોટી કલાકમાં પરિવાર સાથે રહેતા શ્રમજીવી પરિવારની બાળકી હવસનો શિકાર બની છે.
બુધવારે બપોરે બાળકી ઘર નજીક આંગણવાડીમાં અભ્યાસ માટે ગયા બાદ ગૂમ થઈ ગઈ હતી. જોકે, 3 કલાક બાદ ઘરે પરત ફરતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. ગુમસૂમ રહેતી બાળકીની માતાએ પૂછપરછ કરતાં સમગ્ર વિગતો જાણીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળકીએ માતાને કહ્યું કે, પાડોશી અંકલને મેરે સાથ ગંદા કામ કિયા, ઓર કિસી કો બતાના મત. મેં તુજે ચોકલેટ દેતા રહૂંગા. આ ઘટના સામે આવતા લોકોએ પાડોશી પ્રસન્ન કાશીનાથ પ્રધાનને રૂમમાંથી બહાર કાઢી ફટકાર્યો હતો. ત્યાર બાદ પોલીસને હવાલે કરી દીધો હતો. બાળકીની હાલત બગડી જતાં તેને મોડી રાત્રે હોસ્પિટલ ખાતે દાખલ કરાઈ હતી. હાલ તેને સારવાર ચાલી રહી છે.
Morbi : પતિએ પત્નીના મોંમાં ડૂચો દઈ દસ્તાના ઘા ઝીંકી હત્યા કરી, દીકરીએ હત્યા મામલે શું કર્યો મોટો ધડાકો?
મોરબીઃ મોરબીના સામાકાંઠે થયેલ પતિએ કરેલ પત્નીની હત્યા મામલે ફરિયાદ નોંધાઈ છે. દીકરીએ પિતા સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. માતા અને પિતા વચ્ચે અવારનવાર ઝધડાઓ થતા હોય અને શંકા કુંશકા રાખીને માતાને દસ્તા વડે માર મારી હત્યા કરી હોવાની ફરિયાદ દીકરીએ નોંધાવી છે. હત્યા મામલે આરોપી પિતા નાશી ગયો છે. બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલિસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરીછે.
શહેરના વિદ્યુતનગરમાં પતિ પ્રવીણ મંછારામ કુબાવતે પત્ની ભાવનાબેનની દસ્તાના ઘા મારીને હત્યા કરી નાંખી હતી અને પછી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ખુદ તેના પતિએ જ મોઢામાં કપડાનો ડૂચો ભરાવી દઈ દસ્તાનો ઘા ઝીંકી પત્નીને પતાવી દીધી હતી. પત્ની હત્યા પછી પતિ ઘરને તાળું મારી ફરાર થઇ ગયો હતો.
બનાવ અંગે બી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ઘરમાં તાળું જોતા નાની દીકરીએ આસપાસના લોકોને જાણ કરતા તપાસ કરતા ભાવનાબેનનો મૃતદેહ પડ્યો હતો, જે બાદ સ્થાનિકોએ ઘરનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. પોલીસ ટીમે મૃતદેહ પીએમ અર્થે સિવિલમાં ખસેડી મૃતકની દીકરીની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી હતી.