શોધખોળ કરો

Surat: સુરતમાં ડાયમંડ વર્કર યુનિયનની રેલી યોજાય તે પહેલા પોલીસે રત્નકલાકારોની કરી અટકાયત

ડાયમંડ વર્કર યુનિયને પોતાની માંગણીઓને લઇને કતારગામ દરવાજા ખાતેથી રેલીના આયોજનની જાહેરાત કરી હતી.

સુરતમાં પડતર માંગણીઓને લઈને ડાયમંડ વર્કર યુનિયને વિરોધ નોધાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, ડાયમંડ વર્કર યુનિયને પોતાની માંગણીઓને લઇને કતારગામ દરવાજા ખાતેથી રેલીના આયોજનની જાહેરાત કરી હતી. જો કે રેલી શરૂ થાય તે પહેલા જ ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ અને રત્નકલાકારોની પોલીસે અટકાયત કરી હતી. પોલીસ પરવાનગી વિના જ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી અટકાયત કરવામાં આવી છે.

સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકાર પાસેથી લેવાતો વ્યવસાય વેરો નાબૂદ કરવાની માંગ કરી હતી. તે સિવાય દિવાળીમાં કારીગરોને બોનસ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. ઉપરાંત અકસ્માત કે આપઘાતમાં રત્નકલાકારના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે સહિતની વિવિધ માંગને લઈ ડાયમંડ વર્કર યુનિયન મેદાને આવ્યું છે.

Gujarat: સુરત બન્યું દેશનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર, ઈન્દોર પહેલા નંબરે

સરકારી સર્વેક્ષણમાં સતત છઠ્ઠા વર્ષે મધ્યપ્રદેશના ઈન્દોરને ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. સ્વચ્છ સર્વેક્ષણ 2022 એવોર્ડમાં ગુજરાતના સુરતને બીજા સૌથી સ્વચ્છ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ સર્વેક્ષણ 2016 થી હાથ ધરવામાં આવી રહ્યું છે. મૈસુરુ પ્રથમ સર્વેક્ષણમાં ટોચનું સ્થાન મેળવવામાં સફળ થયા પછી, ઇન્દોર 2017 થી યાદીમાં ટોચ પર છે.  

કેન્દ્રીય શહેરી આવાસ મંત્રાલય દ્વારા દર વર્ષે દેશના સ્વચ્છ શહેરનો સર્વે કરાતો હોય છે અને ચાલું વર્ષમાં પણ સ્વચ્છતાના સર્વે કરાયો હતો જેના પરિણામ આજે જાહેર થયા છે. મધ્યપ્રદેશના ઈન્દોરે સતત છઠ્ઠી વાર દેશના પહેલા નંબરના સ્વચ્છ શહેરનો એવોર્ડ જીતીને રેકોર્ડ સર્જ્યો છે. આ પહેલા પાંચ વાર ઈન્દોર દેશનું સ્વચ્છ શહેર બની ચૂક્યું છે.  કેન્દ્રીય શહેરી આવાસ મંત્રાલય દ્વારા જારી નિવેદનમાં કહેવાયું કે ઈન્દોર શહેર સતત છઠ્ઠી વાર દેશનું સ્વચ્છ શહેર બન્યું છે. બીજા નંબરે ગુજરાતનું સુરત શહેર આવે છે. સુરતને દેશના બીજા નંબરના સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે.

કેજરીવાલનો દાવો- 'સરકારી રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં આપની સરકાર બની રહી છે'

અરવિંદ કેજરીવાલ અને ભગવત માને કચ્છથી બે દિવસના પ્રવાસની શરૂઆત કરી છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગાંધીધામ જાહેરસભામાં હાજરી આપી હતી. સભામાં જનમેદની ઉમટી પડી હતી. અરવિંદ કેજરીવાલે ગાંધીધામમાં સભાને સંબોધિત કરતાં ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રીને દર મહિને 5 હજાર યુનિટ વીજળી ફ્રી મળે છે. ભાજપના લોકો મને ખૂબ ગાળો આપે છે. મંત્રીઓને ચાર હજાર યુનિટ વીજળી ફ્રી મળે છે. રોજગારીને લઈ કેજરીવાલે ગુજરાત સરકાર પર નિશાન સાધ્યું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Embed widget