Surat : યુવતીને પરણીત યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, લગ્ન માટે આપી એવી ધમકી કે પ્રેમીએ.....
38 વર્ષીય વિનયકુમાર રાય પોતે પરણીત હોવાં છતાં તેણે 23 વર્ષીય સીતા ભગત પ્રેમસંબંધ બાંધ્યા હતા. બંનેને છેલ્લા 2 વર્ષથી શારીરિક સંબંધ હતા. આ પ્રેમસંબંધમાં જ દસ દિવસ પહેલા પ્રેમી તેને સુરત લઈ આવ્યો હતો.
સુરત : નંદુરબારમાં થયેલી 23 વર્ષીય કારપીણ હત્યા મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. સુરત DCB દ્વારા ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે અને આરોપીને જેલ હવાલે કરી દીધો છે. 23 વર્ષીય યુવતીની પ્રેમપ્રકરણમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. યુવતીએ પ્રેમીને લગ્ન માટે દબાણ કર્યું હતું તેમજ લગ્ન ન કરે તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાં પ્રેમીએ હત્યા કરી નાંખી હોવાનું સામે આવ્યું છે.
આ અંગેની વિગતો એવી છે કે, કરંજ ગામમાં રહેતા 38 વર્ષીય વિનયકુમાર રાય પોતે પરણીત હોવાં છતાં તેણે મૂળ બિહારની 23 વર્ષીય સીતા સનદકુમાર ભગત પ્રેમસંબંધ બંધાયા હતા. બંનેને છેલ્લા 2 વર્ષથી શારીરિક સંબંધ હતા. આ પ્રેમસંબંધમાં જ દસ દિવસ પહેલા પ્રેમી તેને સુરત લઈ આવ્યો હતો.
આ યુવતીને અગાઉ પણ એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. તેણે અગાઉના પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ કરેલી હતી. ત્યારે તેણે પોતાના પ્રેમી વિનયને પણ લગ્ન નહીં કરે તો બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જોકે, યુવક પરણીત હોવાથી લગ્ન કરી શકે તેમ નહોતો.
આથી તેણે પ્રેમિકાની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. જે પ્લાન પ્રમાણે, પ્રેમિકાને નંદરબાર લઈ ગયો હતો. અહીં અવાવરું જગ્યાએ લઈ જઈ બ્લેડ અને બીજા હથિયારથી પ્રેમિકાનું ગળું કાપી નાંખીને હત્યા કરી નાંખી હતી. આ પછી તેના હાથ પણ કાપી નાંખ્યા હતા. તેમજ ચહેરો ઓળખાઇ નહીં તે માટે ચહેરાની ચામડી પણ કાઢી નાંખી હતી.
ગત 24મી ઓગસ્ટે યુવતીની ગળું કાપી શરીરના અંગે અલગ કરી વિકૃત હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. તેમજ આરોપીને જેલ હવાલે કરી દીધો છે. આમ, પ્રેમસંબંધનો કરુણ અંજામ આવ્યો છે.