શોધખોળ કરો

Surat: અકસ્માત સર્જનારા નબીરાઓ સામે પોલીસની લાલ આંખ, સુરતમાં ગંભીર અકસ્માત કેસમાં પ્રથમ વખત પાસા હેઠળ કાર્યવાહી

Surat: અકસ્માત સર્જતા નબીરાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે

સુરતઃ અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ અકસ્માત સર્જતા નબીરાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. મળતી જાણકારી અનુસાર, સુરતમાં ગંભીર અકસ્માતના કેસમાં પ્રથમ વખત પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. થોડા દિવસ પૂર્વે દારૂના નશામાં ધૂત નબીરાએ સુરતના કાપોદ્રા વિસ્તારમાં BRTS રૂટ પર બેફામ કાર હંકારી પાંચ લોકોને ઈજા પહોંચાડી હતી.

Surat: અકસ્માત સર્જનારા નબીરાઓ સામે પોલીસની લાલ આંખ, સુરતમાં ગંભીર અકસ્માત કેસમાં પ્રથમ વખત પાસા હેઠળ કાર્યવાહી

હવે અકસ્માત સર્જનાર સાજન ઉર્ફે સની રાકેશ પટેલ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. રાકેશ પટેલ સામે પોલીસે પાસા હેઠળ કડક કાર્યવાહી કરી હતી. રાકેશ પટેલની પોલીસે પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલના હવાલે કર્યો હતો. અત્યાર સુધી સુરત પોલીસે જુદા- જુદા ગંભીર ગુનાઓમાં પકડાયેલા આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરી હોવાના અનેક કિસ્સા છે.પરંતુ ઓવરસ્પીડમાં કાર ચલાવી અકસ્માત કરનાર સામે પાસા હેઠળ કાર્યવાહીનો આ પ્રથમ કિસ્સો છે. સુરત પોલીસે સમાજમાં દાખલો બેસાડવા અનોખી પહેલ શરૂ કરી છે. અકસ્માતના કેસમાં આજ સુધી ક્યારેય પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી નથી.

નોંધનીય છે કે કાપોદ્રા પોલીસની સાથે આરટીઓ અને એફએસએલની ટીમે આ અકસ્માતમાં સ્થળ પર જઇને તપાસ કરી હતી. કાર એટલી સ્પીડમાં હતી કે, કારની બંન્ને એર બેગ ખુલી ગઇ હતી.  કારને ક્રેઇનમાં ઊંચકીને ખસેડવી પડી હતી. પ્રાથમિક તારણ અનુસાર કારની સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાકની હતી. પૂરપાટ ઝડપે આવતી કારે એક પછી એક 3 બાઇકને ટક્કર મારી હતી.

તાજેતરમાં જ સુરતમાં હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર ત્રણ મિત્રોને ટ્રક ચાલકે અડફેટે લેતા એકનું મોત, એક યુવક નો પગ કચડાયો અને અન્ય એક યુવક નો બચાવ થયો હતો.. સુરતમાં સચિનના ગભેણી-બુડિયા વચ્ચે ઘટના બની હતી.હિટ એન્ડ રનની આ દુર્ઘટનામાં પાછળ બેસેલા બે પૈકી એકનો ડાબો પગ કચડાઈ ગયો હતો. સચિન GIDC પોલીસ દ્વારા અજાણ્યા ટ્રૃક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક કોલેજનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. સચિનના ગભેણી ગામમાં સારંગ ફળિયામાં રહેતો 21 વર્ષીય વિનમ્ર ખલાસીનું મોત થયું હતું.

વિનમ્ર પરિવારમાં મોટો દીકરો હતો. એક નાનો ભાઈ અને માતા-પિતા સાથે રહેતો હતો.  તેના પિતા મિલમાં ડિઝાઈનર તરીકે કામ કરે છે અને વિનમ્ર ડીઆરબી ભાણા કોલેજનો વિદ્યાર્થી હતો. ટ્રકચાલક અકસ્માત બાદ ભાગી ગયો હતો.

ટોપ સ્ટોરી

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Embed widget