શોધખોળ કરો
સુરતઃ લેડી PSIનો કોન્સ્ટેબલ પતિ કોની સાથે ઘરમાં જ શરીર સુખ માણી રહ્યો હતો ને PSIએ કરી લીધું રેકોર્ડિંગ ? જાણો પછી શું થયું ?
અમિતાએ પતિને વિધવા યુવતી સાથે શરીર સુખ માણતાં રંગેહાથ ઝડપી પાડયો હતો અને તેનું રેકોડીંગ પણ કરી લીધું હતું હતું. આ બધાં કારણોસર પતિ સાથે ઝગડા થતા અને સાસરિયાં અત્યાચાર ગુજારતાં હતાં એવો આક્ષેપ પિતાએ કર્યો છે.
સુરતઃ સુરતમાં લેડી પીએસઆઈ યુવતીના આપઘાતના કેસમાં નવો વળાંક આવ્યો છે. ઉધના પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર અમિતા બી. જોષીએ સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારી આપઘાત કરી લીધો એ કેસમાં અમિતા જોષીના પતિ વૈભવના અન્ય યુવતીઓ સાથેના શારીરિક સંબંધો પણ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.
અમિતા જોષીના પિતાએ આ કેસમાં ફરિયાદ નંધાવી છે કે, અમિતાના કોન્સ્ટેબલ પતિના અન્ય યુવતીઓ સાથેના અનૈતિક સબંધ અને પગારના મુદ્દે સાસુ-સસરા અને નણંદ દ્વારા માનસિક ત્રાસ ગુજારાતા હોવાને પગલે અમિતાએ આપઘાત કર્યો છે. તેમણે સાસરિયાં સામે આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતાં ખળભળાટ મચી ગયો છે.
અમિતા જોષીના પિતા બાબુભાઈ જોષીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, અમિતા જોષીમની 2018માં સુરત બદલી થઇ ત્યારે તેના પતિ વૈભવ જોષી અમરેલીના ધારી પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા. પત્નિની બદલી થતાં અમીતાના પતિ વૈભવે પણ સુરત બદલી કરાવી હતી. ત્યાર બાદ વૈભવની સાથે તેના સાસુ-સસરા પણ સુરત ફાલસાવાડી ખાતે રહેવા આવ્યા હતા.
આ દરમ્યાન પતિ વૈભવના અન્ય યુવતી સાથેના શારીરિક સંબંધોનો ભાંડો ફૂટ્યો હતો. બંનેના 4 વર્ષના પુત્ર જયમીનની દેખભાળ માટે પુણાની વિધવા યુવતીને રાખી હતી. તેની સાથે પણ વૈભવના શારીરિક સબંધ બંધાયા હતા. અમિતાની ગેરહાજરીમાં બંને ઘરમાં જ શરીર સુખ માણતા હતાં.
અમિતાએ પતિને વિધવા યુવતી સાથે શરીર સુખ માણતાં રંગેહાથ ઝડપી પાડયો હતો અને તેનું રેકોડીંગ પણ કરી લીધું હતું હતું. આ બધાં કારણોસર પતિ સાથે ઝગડા થતા અને સાસરિયાં અત્યાચાર ગુજારતાં હતાં એવો આક્ષેપ પિતાએ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement