શોધખોળ કરો

સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી: ગુજરાતના આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર, જાણી લો

surat monsoon rain update today: દિવસભરના વાદળછાયા વાતાવરણ બાદ સુરતના વિવિધ વિસ્તારોમાં રાત્રે વરસ્યા વરસાદી ઝાપટાં; હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુરતમાં દિવસભર ગરમી બાદ રાત્રે વરસાદ, ઠંડક પ્રસરી.
  • ૨-૫ જુલાઈ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી.
  • દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર માટે 'ઓરેન્જ એલર્ટ' હવામાન વિભાગે આપ્યું.
  • રાજ્યમાં ૮૦% થી વધુ વરસાદની ઘટ, સાવચેતી જરૂરી.

surat monsoon rain update today: દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં આખો દિવસ ગરમી અને બફારા બાદ રાત્રિના સમયે ધીમી ધારે વરસાદની શરૂઆત થતાં લોકોને મોટી રાહત મળી છે. એક તરફ સુરતીઓને વાતાવરણમાં પ્રસરેલી ઠંડકથી હાશકારો થયો છે, તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 5 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.

સુરતના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી

સુરત શહેરની વાત કરીએ તો, આજે દિવસભર વાદળછાયા વાતાવરણ અને ભારે ઉકળાટ બાદ મોડી સાંજે અને રાત્રે વરસાદી ઝાપટાં પડ્યા હતા. શહેરના અઠવા, પાર્લે પોઇન્ટ, યુનિવર્સિટી રોડ, પાલ, ઉમરા અને અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં રસ્તાઓ ભીના થયા હતા. જોકે, આ વરસાદી ઝાપટાંએ શહેરના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાવ્યો હતો, જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં નહિવત વરસાદ જોવા મળ્યો હતો. થોડીવાર ઝાપટું પડ્યા બાદ વરસાદ ભલે બંધ થઈ ગયો હતો, પરંતુ વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી જતાં લોકોને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળી હતી.

2 થી 5 જુલાઈ દરમિયાન મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા

રાજ્યમાં આગામી 7 દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 29 જૂનથી 5 જુલાઈ વચ્ચે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને 2 થી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોવાથી આ વિસ્તારો માટે 'ઓરેન્જ વોર્નિંગ' જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી સાથે 'યલો એલર્ટ' પણ આપવામાં આવ્યું છે. આ સમયગાળામાં સમગ્ર રાજ્યમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ-ગાંધીનગર સહિત 24 વિસ્તારોમાં વરસાદની આગાહી, 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

વરસાદની 80 ટકાથી વધુ ઘટ, હવામાન વિભાગની ચેતવણી

રાજ્યમાં અત્યાર સુધીના ચોમાસાની વાત કરીએ તો, ચાલુ સિઝનમાં અત્યાર સુધી માત્ર 18.8 મીમી વરસાદ જ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે આ સમયગાળામાં 104 મીમી વરસાદ થવો જોઈએ. વરસાદની આ મોટી ઘટ પૂરી થવાની આશા હવે આગામી દિવસો પર રહેલી છે.

હવામાન વિભાગના ડિરેક્ટર અશોકકુમાર દાસે જણાવ્યું હતું કે, "આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે." દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 15 થી 20 નોટ અને ઝાપટાં 25 નોટ સુધી પહોંચી શકે છે. આથી, તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થાનિકોને અને ખેડૂતોને હવામાનના આ મોટા ફેરફાર સામે આગોતરા પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. બીજી તરફ, અમદાવાદમાં વરસાદની ખેંચ વચ્ચે હજુ પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જળવાઈ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, હજારો યુવાનોને મળશે રોજગારી, સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

Frequently Asked Questions

સુરતમાં આજે વરસાદ ક્યારે શરૂ થયો અને કયા વિસ્તારોમાં પડ્યો?

સુરતમાં દિવસભર ગરમી બાદ મોડી સાંજે અને રાત્રે વરસાદી ઝાપટાં પડ્યા હતા. અઠવા, પાર્લે પોઇન્ટ, યુનિવર્સિટી રોડ, પાલ, ઉમરા અને અડાજણ જેવા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

ભારતીય હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે શું આગાહી કરી છે?

IMD એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. 2 થી 5 જુલાઈ દરમિયાન મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે.

ચાલુ સિઝનમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી છે?

ચાલુ સિઝનમાં અત્યાર સુધી માત્ર 18.8 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય રીતે 104 મીમી હોવો જોઈએ. આ રીતે રાજ્યમાં 80% થી વધુ વરસાદની ઘટ જોવા મળી રહી છે.

ટોપ સ્ટોરી

'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
Embed widget