શોધખોળ કરો

ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, હજારો યુવાનોને મળશે રોજગારી, સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

Gujarat GIDC: રાજ્યના 5 જિલ્લાઓમાં 3611 એકર જમીન પર પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ સાથે અત્યાધુનિક ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સનું થશે નિર્માણ; સ્થાનિક યુવાનો માટે ખુલશે રોજગારીના દ્વાર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મુખ્યમંત્રીએ 8 નવી સ્માર્ટ જીઆઈડીસી સ્થાપવાની જાહેરાત કરી.
  • આ પ્રોજેક્ટ પાંચ જિલ્લામાં 3611 એકર જમીન પર આકાર લેશે.
  • રોકાણ આકર્ષી, યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે.

new smart gidc announcement gujarat: ગુજરાતને વૈશ્વિક સ્તરે રોકાણ, સર્વાંગી વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ અગ્રેસર તેમજ વિશ્વસનીય બનાવવાના મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ઐતિહાસિક જાહેરાત કરી છે. વડોદરા ખાતે યોજાયેલી 'વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' ની ચોથી કડીમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસ માટે માસ્ટર પ્લાન રજૂ કર્યો છે. જે અંતર્ગત રાજ્યના 5 જિલ્લાઓમાં કુલ 3611 એકરના વિશાળ વિસ્તારમાં 8 નવી સ્માર્ટ જીઆઈડીસી (GIDC) સ્થાપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતો આ પ્રોજેક્ટ સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક મંચ પૂરો પાડશે.

5 જિલ્લાઓમાં આકાર લેશે નવી સ્માર્ટ જીઆઈડીસી

સરકારના આયોજન મુજબ, આ નવી સ્માર્ટ જીઆઈડીસી ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભાવનગર જિલ્લામાં આકાર લેશે. જેમાં ખેડા જિલ્લામાં સૌથી વધુ ચાર GIDC બનશે. ખેડાના મહિજ, કઠલાલ તાલુકાના સરખેજ, મહુધા તાલુકાના મહિસા અને ગળતેશ્વર તાલુકાના અંઘાડી ખાતે નવા ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવશે.

આ ઉપરાંત, અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ખાતે, છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ઊંડવા ખાતે અને ભાવનગર જિલ્લાના વલ્ભીપુર તાલુકાના મોણપુર ખાતે આ નવીનતમ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ વિકસાવવામાં આવનાર છે.

જિલ્લાવાર જમીન ફાળવણીનું માળખું:

આ મેગા પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના વિવિધ વિસ્તારોની કુલ 3611 એકર જમીન પર સ્માર્ટ એસ્ટેટ્સનું નિર્માણ થશે, જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે:

ભાવનગર (મોણપુર): સૌથી મોટા 1950.7 એકરના વિશાળ વિસ્તારમાં

અમદાવાદ (માંડલ): 515.2 એકર વિસ્તારમાં

ખેડા (સરખેજ): 332.7 એકર વિસ્તારમાં

ખેડા (અંઘાડી): 310.9 એકર વિસ્તારમાં

છોટાઉદેપુર (ઉંડવા): 247.1 એકર વિસ્તારમાં

ખેડા (મહિજ): 130.3 એકર વિસ્તારમાં

પંચમહાલ (નદીસર): 105.5 એકર વિસ્તારમાં

ખેડા (મહિસા): 18.5 એકર વિસ્તારમાં તૈયાર કરાશે.

આ પણ વાંચોઃ અરજદારોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિરાકરણ લાવો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લા અધિકારીઓને તાકીદ

યુવાનો માટે રોજગારી અને મજબૂત ઈકોસિસ્ટમનું સર્જન

રાજ્ય સરકારની આ દીર્ઘદ્રષ્ટિવાળી પહેલનો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગો માટે 'પ્લગ-એન્ડ-પ્લે' (Plug-and-Play) જેવી આધુનિક સુવિધાઓ સાથે સુવ્યવસ્થિત ઔદ્યોગિક વિસ્તારોનું નિર્માણ કરવાનો છે. તૈયાર અને સક્ષમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળવાથી રોકાણકારોને ઉદ્યોગ શરૂ કરવામાં અત્યંત સાનુકૂળ વાતાવરણ મળશે.

આ આયોજનથી ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઔદ્યોગિક રોકાણોને વ્યાપક વેગ મળશે. આ પ્રકલ્પો દ્વારા નાના, મધ્યમ (MSME) અને મોટા (હેવી) ઉદ્યોગોને એક મજબૂત ઔદ્યોગિક ઈકોસિસ્ટમ પ્રાપ્ત થવાથી સ્થાનિક ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે, અને હજારોની સંખ્યામાં સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. પરિણામે ગુજરાતનો આર્થિક વિકાસ નવી ઊંચાઈઓ સર કરશે.

આ પણ વાંચોઃ પૂર્વ અગ્નિવીરો માટે CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: આ ભરતીમાં મળશે 20% અનામત

Frequently Asked Questions

ગુજરાતમાં નવી સ્માર્ટ GIDC ની જાહેરાત કોણે કરી?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' માં 8 નવી સ્માર્ટ GIDC સ્થાપવાની ઐતિહાસિક જાહેરાત કરી છે.

કુલ કેટલી નવી સ્માર્ટ GIDC સ્થાપવામાં આવશે અને કયા જિલ્લાઓમાં?

રાજ્યમાં કુલ 8 નવી સ્માર્ટ GIDC 3611 એકર વિસ્તારમાં સ્થાપવામાં આવશે. આ GIDC ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભાવનગર જિલ્લામાં આકાર લેશે.

આ નવી સ્માર્ટ GIDC સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

આ GIDC નો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગોને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાનો અને રોકાણકારોને સાનુકૂળ વાતાવરણ આપવાનો છે. તેનાથી રોજગારીની તકો ઊભી થશે અને આર્થિક વિકાસ થશે.

સૌથી મોટા વિસ્તારમાં કઈ નવી સ્માર્ટ GIDC સ્થાપવામાં આવશે?

ભાવનગર જિલ્લાના મોણપુર ખાતે 1950.7 એકરના સૌથી મોટા વિસ્તારમાં નવી સ્માર્ટ GIDC તૈયાર કરાશે. આ પ્રોજેક્ટ ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Advertisement

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Embed widget