શોધખોળ કરો

Surat: શૌચાલય જતી સગીરાનો યુવકે ગેરલાભ ઉઠાવ્યો, દુ્ષ્કર્મ આચરતો હતો ને અન્ય યુવતી જોઇ, પછી.....

સુરત શહેરના કતારગામમાં ગઇકાલે એક વિચિત્ર દુષ્કર્મની ઘટના ઘટી હતી, કતારગામમાં એક સગીરા શૌચાલયમાં જઇ રહી હતી તે દરમિયાન પાડોશી યુવકે તેનો પીછો કર્યો હતો,

Surat: સુરતમાંથી દુષ્કર્મની ફરિયાદ સામે આવી છે. સુરતના કતારગામમાં એક સગીરાને પાડોશી યુવકે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે તેને પાડોશમાં રહેતી અન્ય એક યુવતી જોઇ ગઇ હતી. જોકે, હાલમાં દુષ્કર્મ આચરનાર યુવક ફરાર થઇ ગયો છે. મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના કતારગામમાં ગઇકાલે એક વિચિત્ર દુષ્કર્મની ઘટના ઘટી હતી, કતારગામમાં એક સગીરા શૌચાલયમાં જઇ રહી હતી તે દરમિયાન પાડોશી યુવકે તેનો પીછો કર્યો હતો, પાડોશી યુવકે સગીરાનો ગેરલાભ લઇને તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ, જોકે, આ સમગ્ર ઘટના અન્ય એક યુવતી જોઇ જતા આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો, આ પછી આ મામલે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે તપાસ હાથ ધરતાં, આરોપી યુવક ફરાર થઇ ગયો હતો. 

અજાણી યુવતી સાથે ફોનમાં મીઠી મીઠી વાતો કરવી ખેડૂતને 3.45 કરોડમાં પડી

મોટા વરાછા વિસ્તારમાં રહેતા ખેડુતને મીસકોલ કરનાર મહિલા સાથે ફેન્ડશીપ કરવાનું ભારે પડ્યું છે. બનાસકાંઠા જીલ્લાની મહિલાએ ખેડુતને ફોન ઉપર મીઠીમીઠી પ્રેમભરી વાતો કરી લલચાવી વિશ્વાસમાં લીધા બાદ પરિવાર સાથે તેમની આબુમાં આવેલ હોટલનો લોચો દુર કરવા, રાજસ્થાનના જોધપુરમાં આવેલ હવેલી રિનોવેશન કરવા તેમજ માતા-પિતા તેમજ પોતાની સારવાર કરવા સહિતના કોઈના કોઈ બહાને કુલ રૂપિયા ૨.૪૫ કરોડ પડાવી છેતરપિંડી કરી હતી.

ઉત્રાણ પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મોટા વરાછા બ્રાહ્મણ ફળિયુ ખાતે રહેતા ખેડુત મુકેશ દિનેશભાઈ દેસાઈએ ગતરોજ બનાસકાંઠાના વડગામના મેઘાળના ચેતના ઉર્ફે પુજા ઉર્ફે મધુ વાઘજી વિહોળ,ઉફે જગદીશ દેસાઈ, વાઘજી ઉર્ફે જગદીશ દેસાઈ, રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ વાવાઝા વિહોળ, ભુપતસિંહ વાધ, રાજેન્દ્રસિંહગ દોલાજી, જ્યોતિબેન દેસાઈ સામે ફરિયાદ નોંધાલી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે એપ્રિલ ૨૦૧૩માં તેમના મોબાઈલમાં સોનીયા પટેલ નામની યુવતીનો મીસકોલ આપ્યો હતો. જેથી તેઓએ સામે કોલ કરતા સોનીયાએ તેના સહિત પરિવારના સભ્યોના નામ જણાવી સારી રીતે ઓળખતા હોવાનુ કહી તેની ફ્રેન્ડ તે તમારા સમાજની છે કહી વાતચીત શરુ કરી હતી.

 તો બીજી તરફ પુજા દેસાઈએ તેની પરિસ્થિતિ ખરાબ છે તેની આબુમાં રાધાક્રિષ્ણા નામે હોટલ આવેલી છે, તેના ભાગીદારે પચાવી પાડી છે તેને પૈસાની જરૂર છે તમે મદદ કરો કહી બે દિવસ બાદ પુજા દેસાઈ સાથે વાત કરાવી હતી. ત્યારબાદ પુજા દેસાઈ સાથે ફ્રેન્ડશીપ કરી પ્રેમભરી મીઠીમીઠી વાતો કરતા હતા. પુજાએ તેની આબુની રાધાક્રિષ્ના હોટલ મારા ભાગીદારે પડાવી લીધી છે. મારા દાદાની રાજસ્થાન જોધપુરમાં હવેલી આવેલી છે અને અત્યારે અમારી પરિસ્થિતિ ખરાબ છે  કહી તેના પિતા વાઘજી અને માતા જ્યોતિબેન તરીકે ઓળખ આપી તેમની હોટલ ૧૭ થી ૧૮ કરોડની છે તમે પૈસાની મદદ કરો તો હોટલ છોડાવી તમને પૈસા પરત આપી દઈશ. આ ઈમોશનલ વાત કરી ખેડૂતને વિશ્વાસમાં લીધા હતા.

શરુઆતમાં ટોળકીએ આંગડીયા પેઢી મારફતે પાલનપુર ખાતે ૫ લાખ મંગાવ્યા હતા. આ રીતે ટુકડે ટુકડે કરી જુન ૨૦૧૩થી ડિસેમ્બર ૨૦૧૩ સુધીમાં ટુકડે ટુકડે ૧,૦૫,૦૦,૦૦૦, જાન્યુઆરી ૨૦૧૪ થી ડસેમ્બર ૨૦૧૪ સુધીમાં ૧,૦૯,૦૦,૦૦૦, સન ૨૦૧૫માં માતાની કીડનીનું, ભાઈનું હાથના ઓપરેશનના બહાને ૭૦ લાખ અને સન ૨૦૧૬માં પિતાને હાર્ટના ઓપરેસનના બહાને રૂપિયા,૨૦,૬૯,૦૦૦, ૨૦૧૭માં પુજા પોતે બિમાર હોવાનુ કહી ૨૫ લાખ, આ રીતે ટોળકીએ કોઈના કોઈ બહાને ટુકડે ટુકડે કરી રૂપિયા ૩,૫૫,૬૯,૦૦૦ પડાવ્યા હતા. ટોળકીએ વધુ પૈસાની માંગણી ચાલુ રાખી હતી પરંતુ મુકેશભાઈ પાસે તેની અબ્રામા ગામની જમીન વેચાણના આવેલા આ તમામ રૂપિયા વપરાય જતા પૈસા આપવાની ના પાડતા તેઓ ફોન કરવાના ઓછા કરી દીધા હતા. મુકેશભાઈએ તેના મિત્ર મારફતે બનાસકાંઠાનો સંપર્ક કાઢી રૂપિયા ૧૦ લાખ પરત અપાવ્યા હતા જયારે બાકીના રૂપિયા ૩,૪૫,૬૯,૦૦૦ નહી આપી છેતરપિંડી કરી હતી.

આ ટોળકી પોલીસના નામે ટોર્ચર કરતી હતી અને વધુમાં ટોળકીએ મુકેશને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. નવેમ્બર ૨૦૨૦માં તેમના ઉપર છાપી પોલીસ મથકમાં ફોન આવ્યો હતો. ફોન કરનાર પોલીસ કર્મચારીએ ચેતના વાઘાજીએ તમારા, રાકેશ દેસાઈ અને ટીના સામે ફરિયાદ આપી છે. તેના જવાબ આપવા બોલાવ્યો હતો ત્યારબાદ ભુપતએ ફોન કરી સમાધાન કરવા કહ્યુ હતુ અને પીએસઆઈ વાઘેલાએ ફોન કરી તમારે જવાબ લખાવા આવુ પડશે કહી ટોર્ચરિંગ શરુ કર્યું હતું. મુકેશભાઈએ પૈસા આપવાનું બંધ કરી દેતા ટોળકી નવો રસ્તો અપનાવ્યો હતો. ટોળકીએ માર્ચ ૨૦૧૯માં જીનલ નામથી ફરીથી મીસકોલ કરી ફરીથી ફેન્ડશીપ કરવાનું કહી પૈસાની મદદ કરશો કહી ફરીથી એ જ સ્ટોરી ઉભી કરી હતી. જોકે જીનલનો અવાજ પુજા દેસાઈ જેવો જ આવતો હોવાથી શંકા ગઈ હતી અને વાત ચાલુ રાખી તેના કહેવા મુજબ ૩૫ હજાર આંગડીયુ કરાવ્યું હતું.

ટોળકીએ મુકેશભાઈને વિશ્વાસમાં લેવા માટે પહેતા તેમની હવેલીનો ૧૦૦ કરોડમાં સોદો થઈ ગયો હતો પરંતુ છેલ્લે કેન્સલ થયો છે. પુજાના લગ્ન નક્કી થઈ ગયા છે. સાસરીયા દ્વારા ૧૭ કરોડ આપ્યા છે તમારા પૈસા વ્યાજ સાથે ચુકવી આપીશુ કહ્યું હતું. ત્યારબાદ ફોન કરી પૈસા લઈને નિકળ્યા છે. હાઈવે ઉપર ફોન કરુ ત્યારે આવી પૈસા લઈ જજો કહ્યું હતું. જોકે ફોન બંધ આવતા મુકેશભાઈ તેના પતિને ફોન કરતા તેઓએ પણ પૈસા લેવાના છે. રાજસ્થાન થઈને સાથે તેમને શોધીશું કહી ગોળગોળ ફેરવ્યા બાદ ફરીથી ડિસેમ્બર ૨૦૧૮માં પુજા લગ્ન થઈ ગયા છે. સાસરીયાઓએ ૪ કરોડ આપ્યા છે અને પૈસા આપવા માટે ઘરેથી નિકળ્યા હતા ત્યારે રાજસ્થાન જોધપુર ખાતે લૂંટી લેવામાં આવ્યા હતા જેના કારણે પુજાના છુટેછાડ થઈ ગયા છે અને આ આધાતમાં તેના માતા-પિતાએ આપધાત કરી લીધો છે. હાલમાં પુજા અને અંજની હોસ્પિટલમાં દાખલ છે. આમ અલગ અલગ બહાના બતાવ્યા હતા. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Myths Vs Facts: શું ખરેખર પેટમાં ચોંટી જાય છે મેંદો? જાણો તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલો જોખમી છે
Myths Vs Facts: શું ખરેખર પેટમાં ચોંટી જાય છે મેંદો? જાણો તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલો જોખમી છે
Fake Loan: તમારા નામ પરથી કોઇએ નથી લીધી ને લોન? નુકસાન અગાઉ આ રીતે જાણો
Fake Loan: તમારા નામ પરથી કોઇએ નથી લીધી ને લોન? નુકસાન અગાઉ આ રીતે જાણો
Embed widget