Surat: બારડોલીના રામપુરાના સરપંચે આત્મહત્યા કરી, પરિવારજનોએ કોન્ટ્રાકટર અને તલાટી મંત્રીને જવાબદાર ગણાવ્યા
સુરતના બારડોલીના રામપુરાના સરપંચે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. પરિવારજનોએ સરપંચની આત્મહત્યા પાછળ કોન્ટ્રાકટર અને ગામના તલાટી મંત્રીને જવાબદાર ઠેરવ્યા છે.
સુરત: સુરતના બારડોલીના રામપુરાના સરપંચે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. પરિવારજનોએ સરપંચની આત્મહત્યા પાછળ કોન્ટ્રાકટર અને ગામના તલાટી મંત્રીને જવાબદાર ઠેરવ્યા છે. પરિવારજનોનો આરોપ છે કે રામપુરા ગામમાં છેલ્લા કેટલાક સમયથી વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. આ કામમાં નાણાં મુદ્દે કોન્ટ્રાકટર અને તલાટી મંત્રી સરપંચ વિજયભાઈ રાઠોડ પર સતત દબાણ કરતા હતાં. જેના કારણે સરપંચ તણાવમાં રહેતા હતાં.
રવિવારની રાત્રીના પરિવારજનો જમીને સૂઈ ગયા હતાં. ત્યારે મોડીરાત્રીથી વહેલી સવાર સુધીમાં પાઈપ સાથે સાડીના ટૂંકડાથી ગળેફાંસો આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે તપાસ કરતા મોબાઈલ ફોનની નોટમાં એક ટાઈપ કરેલો મેસેજ મળી આવ્યો જેમાં ઉલ્લેખ કરાયો કે પટેલ ફળિયામાં સીસી રોડ મુદ્દે એડવાન્સમાં બધુ કામ થયું છે તેમાં ચોરી થઈ છે અને એકથી વધુ વાર બિલ પાસ કરાયું હોવાનો ઉલ્લેખ છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મોબાઈલ ફોનના CDR રિપોર્ટ ઉપરાંત આ નોટ પણ પુરાવા તરીકે કબ્જે લઈ તપાસ શરૂ કરી છે.
Ambaji Prasad Controversy: અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ રહેશે ચાલુ, સંતો-શ્રદ્ધાળુઓ સામે ઝૂકી સરકાર
Ambaji Prasad Controversy: શક્તિપીઠ અંબાજીમાં એક સપ્તાહથી શરૂ થયેલા મોહનથાળ પ્રસાદના વિવાદનો અંત આવ્યો છે. અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રહેશે. અંબાજી મંદિરમાં પ્રસાદના વિવાદને લઈ રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, અંબાજી મંદિરના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં પ્રસાદ ચાલુ રાખવો કે નહીં તે મુદ્દે ચર્ચા થઈ હતી. જે બાદ મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
માઈભક્તો અને સંગઠનોની આસ્થાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો
ઋષિકેશ પટેલે જણાવ્યું, અંબાજીમાં પ્રસાદના સ્વરૂપે મોહનથાળ અને ચીકી બંને અપાશે. મોહનથાળના પ્રસાદની ગુણવત્તામાં સુધારો કરાશે. માઈભક્તો અને સંગઠનોની આસ્થાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો છે. મોહનથાળનો પ્રસાદ કોને બનાવવા આપવો તેને નિર્ણય મંદિર ટ્રસ્ટ કરશે. અંબાજી મંદિરના ભટ્ટજીની સરકાર સાથેની બેઠક બાદ નિર્ણય લેવાયો છે.
રવિવારે કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે કહ્યું હતું, "જે પરંપરાઓ છે, જે શ્રદ્ધાઓ સાથે જોડાયેલો મહાપ્રસાદ છે તેને શા માટે બદલવામાં આવે છે? આ તો એવું છે કે મોહનથાળ બદલીને ત્યાં ચીકી ચાલુ.. કાલે મહુડીમાં સુખડી બદલીને ગોળ-ધાણા ચાલુ કરાશે!" જગદીશ ઠાકોરે આકરા શબ્દોમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવા સામે નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે પરંપરાને ફરી શરુ કરાવવાની નેમ લઈને કહ્યું કે અમે આ નહીં ચાલવા દઈએ.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદિશ ઠાકોરે જણાવ્યું કે, ભાજપ નિર્ણય ફેરવી તોળે છે.. સંમેત શિખર યાત્રાધામને પર્યટન સ્થળ જાહેર કર્યા બાદ થયેલા વિરોધ ના પગલે તેને ફરી યાત્રાધામ જાહેર કરવામાં આવ્યું... આવી જ રીતે મોહનથાળ નો પ્રસાદ બંધ કરવા ના વિરોધમાં કોંગ્રેસ ગામેગામ કાર્યક્રમો કરશે...ગામે ગામ મંદિરે મોહનથાળ ધરાવાશે અને ચલો યાત્રા ધામ અંબાજી કાર્યક્મ કરાશે..
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે અંબાજીમાં મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે તેની સામે નારાજગી વ્યક્ત કરી હતી. જગદીશ ઠાકોરે કહ્યું કે, "જે પરંપરાઓ છે, જે શ્રદ્ધાઓ સાથે જોડાયેલો મહાપ્રસાદ છે તેને શા માટે બદલવામાં આવે છે? આ તો એવું છે કે મોહનથાળ બદલીને ત્યાં ચીકી ચાલુ.. કાલે મહુડીમાં સુખડી બદલીને ગોળ-ધાણા ચાલુ કરાશે!