શોધખોળ કરો

Surat: વિધવાને ઈન્સ્ટાગ્રામ પર થયો પરિચય, પુરુષે લંડન લઈ જવાની લાલચ આપીને કર્યું......

Surat News: ફેબ્રુઆરી 2022માં તેમના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ ઉપર આશીષ પટેલના નામની આઇડી પરથી ‘હાઇ’નો મેસેજ આવ્યો હતો. જેથી એમણે તેને રીપ્લાય આપ્યો હતો.

Surat News: સુરત શહેરના  નાના વરાછાની 56 વર્ષીય વિધવાને લગ્ન કરી લંડન લઈ જવાની લાલચ આપી 12.15 લાખ પડાવાયા હોવાનો મામલો સામે આવ્યો છે. વિધવા મહિલાને ઇન્સ્ટાગ્રામ ઉપર એક ઠગબાજે મિત્રતા થઈ હતી. જે બાદ પુરુષે લગ્ન કરી લંડન લઈ જવાની વાતો કરીને 12.15 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં નોધાઈ છે. 56 વર્ષીય વિધવા દરજીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

2005માં પતિનું મોત થયા બાદ મહિલાએ બનાવ્યું નવું આઈડી, 2022માં હાયનો આવ્યો મેસેજ ને શરૂ થઈ વાતચીત

2005માં પતિના મૃત્યુ બાદ મહિલાએ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની આઇડી બંધ કરી નવું ઍકાઉન્ટ બનાવ્યું હતું. ફેબ્રુઆરી 2022માં તેમના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ ઉપર આશીષ પટેલના નામની આઇડી પરથી ‘હાઇ’નો મેસેજ આવ્યો હતો.  જેથી એમણે તેને રીપ્લાય આપ્યો હતો.  ત્યારબાદ બંને વચ્ચે અવારનવાર વાતચીત થતાં તેઓની વચ્ચે મિત્રતા થઈ હતી. પોતે વિધવા હોવાનું કહી તમામ હકીકત આશીષ પટેલને જણાવી હતી, જયારે આશીષ પટેલે પણ પોતે એકલો હોવાનું કહી લગ્નનો પ્રસ્તાવ મક્યો હતો.

વિદેશ જવાની ઘેલછામાં ભેજાબાજે વિધવા પાસેથી રોકડા બાદ દાગીના પણ પડાવી લીધા

પુરુષે લંડન ખાતે રહેતો હોવાનું કહી ૩ લાખ મોકલી આપવાની વાત કરી હતી. જેથી તેમણે સુરતથી આંગડિયા મારફતે રાજકોટ ખાતે પૈસા મોકલી આપ્યા હતા. ત્યારબાદ અન્ય રૂ. 2.15 લાખ પણ આશીષે મંગાવ્યા હતા.  તમામ પૈસા મળી ગયા હોવાનું જણાવ્યા બાદ તારી પાસે દાગીના હોય તો વિમાનમાં આવી શકાશે નહીં, જેથી મારા કામદાર મહેશ ગોસ્વામીને દાગીના લેવા મોકલીશ, તો તમારા બધા દાગીના આપી દેજો ત્યારબાદ તમે લંડન ખાતે આવજો તેમ કહ્યું હતું. સપ્ટેમ્બર 2022માં આશીષ પટેલે ફોન કરીને કામરેજ ચાર રસ્તા પાસે મહેશ ગોસ્વામી દાગીના લેવા માટે આવશે, ફોટો બતાવે તો દાગીના આપી દેજો તેમ કહેતા એમણે આશીષ પર આંધળો વિશ્વાસ મૂકી રૂા. 7 લાખના દાગીના મહેશ ગોસ્વામીને આપી દીધા હતા.

વાત-ચીત કરી દીધી બંધ

આશીષે દાગીના મળી ગયા હોવાના ફોટા ઇન્સ્ટાગ્રામ પર મૂકી વાતચીત કરી હતી.  જોકે, ત્યારબાદ આશીષ ધીમે- ધીમે વાતચીત ઓછી કરી દીધી હતી અને તેમને કોઈ જવાબ આપતો નહોતો. તેમને પોતે છેતરાયા હોવાનું લાગતાં પોલીસ ફરિયાદ કરી હતી.

ટોપ સ્ટોરી

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Embed widget